Gujarat

બે સગા ભાઈઓ ના એક સાથે કરુણ મોત નીપજ્યાં ! માતા ની હાલત રડી રડી ને એવી થય કે…

આપણે સૌ કોઈ જાણીએ છે કે, અનેક વખત રોડ અકસ્તમાતની ઘટના બનતી હોય છે, ત્યારે હાલમાં જ એક દુઃખ પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. આ ઘટના વિશે અમે આપને વિસ્તુત માહિતી આપીએ કે, આખરે એવું તે શું બન્યું હતું. હાલમાં જ સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું કે,બે સગા ભાઈઓ ના એક સાથે કરુણ મોત નીપજ્યાં ! માતા ની હાલત રડી રડી ને એવી થઇ ગઈ કે, તમે આ વાત જાણીને તમારું હ્દય દ્રવી ઉઠશે.

ચાલો અમે આપને સંપૂર્ણ ઘટના વિશે જણાવીએ. આ ભયાનક અકસ્માત હરિયાણાના જીંદ જિલ્લાના આફતાબગઢ ગામ પાસે થયો હતો. જ્યાં બંને ભાઈઓ તેમની કરિયાણાની દુકાનનો સામાન લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન સામેથી આવતી કારે તેની બાઇકને ટક્કર મારી હતી. આ કારણે બે સગા ભાઈઓના મોત થયા છે. જેમાં એકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે બીજાને હોસ્પિટલમાં લઈ જતી વખતે શ્વાસ બંધ થઈ ગયો હતો. નિશાન (28) અને બલવિંદર (26)નું મોત થયું હતું. બંનેના આ દર્દનાક મોતથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છે.

આ હ્રદય હચમચાવી દેનારી ઘટનાને પગલે જ્યાં સમગ્ર ગામમાં શોકનો માહોલ છે તો બીજી તરફ પરિવારની હાલત કફોડી છે. માતાએ આ સમાચાર સાંભળતા જ તે બેભાન થઈને પડી ગઈ. તે જ સમયે, પિતા જરનૈલ સિંહની આંખોમાંથી આંસુ રોકાયા નાં હતા ખરેખર ઘરના કુલદીપક બુજાઈ ગયા.ખરેખર આ પરિવારનો તો વિચાર કરો જેમનાં બંને દીકરો ભગવાને એક સાથે લઈ લીધા. મા બાપનો તો ઘડપણ નો સહારો જ છીનવાઈ ગયો. ખરેખર આ ઘટના ગામ લોકો દુઃખી થઈ ગયા જ્યારે આ વાત મળી.

આ ઘટના બની એ પહેલાં જ બે કાર સામસામે અથડાતા ખૂબ જ ગંભીર અકસ્તમાત થયો હતો. જેમાં દંપતી સહિત 6 લોકોના મોત થયા હતા. જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. બારાતીઓ કારમાં બેઠા હતા. જેમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા અને 2 લોકો ઘાયલ થયા. જ્યારે અન્ય કાર સવારો બીમાર માતાને મળીને પરત ફરી રહ્યા હતા. જેમાં પતિ-પત્નીના મોત થયા હતા. જ્યારે એક મહિલા અને એક બાળક ઘાયલ થયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા હતા. ખરેખર રોજિંદા અનેક લોકો રોડ અકસ્તમાતમાં પોતાનો જીવ ગુમાવે છે. મૃતકોની આત્માને શાંતિ મળે એજ પ્રાર્થના.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!