બે ભાઈઓ એક સાથે મોત ને ભેટયા ! પાણી પાવાની મોટર ચાલુ કરવા જતા શોક લાગ્યો અને..
ક્યારેક ન ધાર્યું હોય એવી અણધારી ઘટનાઓ ઘટી જતી હોય છે. હાલમાં જ ગઢડાના એક ગામમાં બે પિતરાઈ ભાઈઓનું એક સાથે જીવ જતા પરિવારજનો શોકમગ્ન બની ગયા હતા. સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, બોટાદનાં ગુદાળા ગામમાં ઈલેક્ટ્રીક કરંટ લાગતા કિશોર સહિત માસુમ બાળક નું દુઃખ નિધન થયું. પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથધરી હતી.
આ ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક લોકો ઉમટી પડ્યા હતા અને જ્યારે પરિવરજનો આઘાત લાગ્યો હતો.આ ઘટના વિશે વિસ્તૃત જાણીએ તો બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગુદાળા ગામમાં 17 વર્ષનો ચિરાગ હિમતભાઈ ઓળકિયા અને 6 વર્ષનો વિવાન વિપુલભાઈ ઓળકિયા વાડીએ રમતા હતા. ત્યારે બંને પાણી પાવાની ઈલેક્ટ્રીક મોટર શરુ કરવા જતાં કરંટ લાગ્યો હતો.ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા.
વાજના પગલે પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. બંને સંબંધમાં કાકા દાદાના ભાઈઓ થતા હતા. ઘટના અંગે જાણ થતાં ગઢડા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો અને બંને મૃતદેહોને પીએમ માટે ગઢડા રેફરલ હોસ્પિટલ મોકલી આપ્યા હતા.
આ ઘટના પરથી દરેક માતા પિતાઓ એ શીખ લેવા જેવી છે કે, ક્યારેય પણ સંતાનો ને આવી જગ્યા એ એકલા ન મુકો અને તેમને દરેક બાબતો ખાસ શીખવો કે, ઇલેક્ટ્ટીક વસ્તુઓ કે નદીઓ, કુવાઓ થી દુર રહેવું તેમજ કોઈ ઝેરી દવા કે ઘાતક વસ્તુઓ પણ અડવી નહીં કારણ કે, ક્યારેક રમત રમતમાં આવી ઘટનાઓ ઘટી જાય છે, જે જીવલેણ સાબિત થાય છે.આ બંને બાળકોની આત્માને ઈશ્વર શાંતિ અર્પે એજ પ્રાર્થના.