ગૌ માતાના વાછરડાને બચાવા માટે બે યુવાનોએ પોતાના જીવની બાજી લગાવી દીધી!! આવી રીતે કરી લીધો રેસ્ક્યુ… વિડીયો જોઈ તમે વખાણ કરી થાકી જશો
તમે કોઈની મદદ માટે આગળ વધો ત્યારે ભગવાન તમારી ભેળે જ હોય છે અને તમારો વાળ પણ કોઈ વાંકો ન કરી શકે.હાલમાં સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે. આ વિડીયોમાં તમે જોઈ શકશો કે કઈ રીતે એક યુવાને પોતાના જીવની પરવાહ કર્યા વગર એક વાછરડાનો જીવ બચાવવા માટે દરિયામાં ડૂબી ગયો. એ વ્યક્તિનો પોતાનો જીવ જોખમમાં મુકાઈ ગયો ત્યારે એવો બનાવ બન્યો કે તમે જોઈને કહેશો કે આ દુનિયામાં ભગવાન તો છે અને તે કોઈપણ રૂપે આવી શકે છે.
આ વાયરલ થયેલ વિડીયોમાં તમે જોઈ શકશો કે એક વાછરડાનું બચ્ચાનો પગ લપસતા જ તે દરિયામાં તણાવવા લાગે છે. વાછરડાને ડૂબતા જોઈને એક યુવાન દોડીને તેને બચાવવા આવૅ છે પરંતુ એવી ભયંકર ઘટના બને છે કે, આ યુવક દોડીને આવે છે, ત્યારે જ તેનો પણ પગ લપસતાં તે પણ દરિયામાં પડી જાય છે પરંતુ સદનસીબે તેને તરતા આવડતું હોવાથી તે પોતાનો અને વાછરડાનો જીવ બચાવી લેવામાં સફળ નિવેડે છે.
આ યુવાનને દરિયાના કાંઠે તો પહોંચી ગયો પરંતુ બહાર નીકળવું ખુબ જ કઠિન છે કારણ કે પાણીના પ્રવાહમાં એકલા હાથેથી વાછરડાને બહાર કાઢવું અશક્ય હોય છે. કહેવાય છે ને કે ઈશ્વરના હાથ હંમેશા તમને મદદ કરવા માટે ફેલાયેલ હોય છે. અચાનક જ એક અન્ય યુવક વાછરડાને અને યુવકને બચાવવા માટે આગળ આવે છે. પહેલા યુવાન વાછરડાને બહાર કાઢે છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે યુવાને પોતાનો જીવ સંકટમાં હોવા છતાં પણ વાછરડાને બહાર કાઢયા વગર તે બહાર ન નીકળ્યો અને આખરે એક યુવક આવીને તેમને બન્ને બચાવી લીધા. જીવનમાં એક વાત યાદ રાખજો કે જો તમે કોઈની મદદ કરશો તો ઈશ્વર તો તમારી સઘળી મદદ કરશે. આ વિડીયોના અંતમાં ખુબ જ સરસ વાત લખી છે કે, જે હાથ તમે ભગવાન આગળ પાર્થના માટે આગળ ધરો છો એજ હાથ કોઈની મદદ માટે તમે પાછળ સંતાડી દો છો.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.