ઉદયપુર મા યુવાનની હત્યા બાદ સુરત ના આ યુવાન ને પણ ધમકી મળી ! ધમકી મા લખ્યું કે ” ગુસ્તાક એ રસુલ કી
અત્યારે એક કિસ્સો ખુબજ ચર્ચામાં ચાલી રહ્યો છે. અને તે છે ઉદયપુરમાં એક દરજી યુવક કનૈયાલાલનું ગળું કાપીને હત્યાં કઈ દેવામાં આવી હતી. અને ત્યારબાદ હવે સુરતના એક યુવક જેમનું નામ યુવરાજ પોખરણા છે તેમને હવે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અને તેને જ આધારે સુરત પોલીસ કામે લાગી ગઈ છે. અને યુવરાજ ને પોલીસ તરફથી સુરક્ષા આપવામાં આવી છે. આમ એક ગનમેન હંમેશા યુવરાજની સુરક્ષામાં 24 કલાક માટે હાજર રહેશે.
આમ કનૈયાલાલના હત્યાની ટીકા કરનાર યુવકને ધમકી મળી તથા તેને કહ્યું હતું કે તને અમે જાનથી મારી નાખીશું ત્યારે તે યુવકને સુરક્ષા આપવામાં આવી હતી, સુરત પોલીસે તે યુવકની સુરક્ષાના સંપૂર્ણ બંદોબસ્ત કર્યા હતા, ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્માએ મહંમદ માટે વાંધાજનક ટીપ્પણી કરી હતી ત્યારે પણ સમગ્ર દેશમાં તંગ વાતાવરણ હતું, કાનપુર સહિત અનેક શહેરમાં નૂપુર શર્માનો વિરોધ થતો જોવા મળ્યો હતો. ઇસ્લામના દેશોએ પણ લોકો સ્ટેટમેન્ટ ને વખોડ્યું હતું તથા ભારતીય ચીજ વસ્તુઓ પર પ્રતિબંધ મૂકી દીધા છે. આમ તેના જ આધારે ભાજપે નુપુર શર્માની પ્રવક્તા ના પદ પરથી દૂર કરી દીધા હતા, તે દરમિયાન સોશિયલ મીડિયા પર નુપુર શર્માની વિરુદ્ધ તેની તરફેણમાં એક કોમેન્ટ પણ કરવામાં આવી હતી.
ઉદયપુરના દરજી કનૈયાલાલાને નુપુર શર્માની તરફેણમાં કોમેન્ટ આપી હતી અને એક પોસ્ટ મૂકી હતી તેના આધારે જ તેમની હત્યા કરી નાખવામાં આવી હતી. આ સમગ્ર કેસમાં પોલીસે કુલ ચાર આરોપીને પકડ્યા હતા. તેમાં બીજી બાજુ કનૈયાલાલના હત્યારાના કૃત્યોને વખોડવા માટે એક પોસ્ટ સોશિયલ મીડિયામાં મુકનાર યુવરાજ પોકરણાના નામના વ્યક્તિને પણ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જ્યારે કનૈયાલાલની હત્યા થઈ ગઈ હતી ત્યારબાદ આ ધમકીને ગંભીરતાથી લેવામાં આવી હતી. અને યુવરાજે સુરત પોલીસ કમિશનર પાસે પોતાની સુરક્ષા માટે એક અરજી પણ કરી હતી અને તેના જ આધારે યુવરાજ પાસે એક ગનમેન 24 કલાક માટે મૂકવામાં આવ્યો હતો, અને યુવરાજે ઉદયપુરમાં પોતાની સામાન્ય દુકાનદારની હત્યા અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ઘટના પછી અત્યારે આ કૃત્યોનો વિરોધ કરતા જોવા મળ્યા હતા, અને તેના આધારે ઇન્સ્ટાગ્રામ માં એક મુસ્લિમ યુવક દ્વારા તેને ધમકી મળી છે. પોલીસ સમગ્ર તપાસ હાથ ધરીને તે યુવકની શોધખોળ શરૂ કરી દીધી છે, અને આ ધમકીના આધારે યુવરાજના પરિવારજનો ખૂબ જ ચિંતામાં મુકાઈ ગયા છે યુવરાજ ને ફૈઝલ નામના એક વ્યક્તિએ ધમકી આપી હતી અને ફૈઝલ નામના મુસ્લિમ યુવકે તેને ધમકી આપી હતી કે “ગુસ્તાક એ રસુલ કી એક હી સજા, સર તન સે જુદા.”