બનાસકાંઠા માં વિચિત્ર બાળકનો જન્મ થયો ! લાખોમાંથી એક બાળક આવું જન્મેં જાણો હવે આ બાળક નું શું થશે..
દુનિયામાં ઘણા એવા કિસ્સા કે ઘણી એવી ઘટના લાખોમાં કે કરોડો માં એક જ થતી હોઈ છે, તેમાં ઘણી બધી ઘટના ઓ શામેલ છે, તેમાંની જ એક ઘટના ની વાત કરીએ તો સાબરકાંઠા માં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં થયો જોડાયેલ બે બાળકો નો જન્મ અને જન્મથી જ શરીરથી જોડાયેલ બાળકોને જોઈ ત્યાના તબીબ આશ્ચર્ય માં મુકાઇ ગયા, અને ત્યાના તબીબોમાં કુતુહલ સર્જાયું હતું.
ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર માં થેરાસણા ની મહિલાએ કોન જોઈન્ટ ટ્વીન્સ એટલે જુડવા બાળકો ને જન્મ આપ્યો છે. અને આ બંને બાળકો જન્મથી જ એકબીજા સાથે પેટથી જોડાયેલા છે. અને આ બંને બાળકો ના શરીર ના અવયવ એક બીજા સાથે જોડાયેલા છે. સામુહિક આરોગ્ય કેન્દ્ર ના તબીબ આ બાળકો ના જન્મ થતા ની સાથે તેની વધુ સારવાર માટે તેને ખેડબ્રહ્મા મોકલવામાં આવ્યા હતા. અને ત્યાંથી આ બંને જોઈન્ટ ટ્વીન્સ બાળકોને હિમંતનગર સિવિલ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.
આવી ઘટના લાખોના જવ્વલે કોઈ એક માં જ થતી હોઈ છે, આવા કિસ્સામાં આ બાળકોના અવયવ એકબીજા સાથે જોડાયેલા હોઈ છે, તેથી તેની સર્જરી કર્યા બાદ તેને છુટા પાડી શકાય છે, અને આવા કિસ્સામાં બાળકો ને બચાવવા ની શક્યતા ખુબજ ઓછી હોઈ છે. અને આવા મોટાભાગ ના બાળકો જન્મના થોડા સમયમાં જ મૃત્યુ પામે છે.
પરતું આ કિસ્સા માં સાવ અલગ જ થયું હતું, આ કોન જોઈન્ટ બાળકોને વધુ સારવાર અને સર્જરી માટે તબીબો દ્વારા અમદાવાદ જવાની સુચના આપવામાં આવી હતી, પરંતુ આ જોઈન્ટ ટ્વીન્સ બાળકો ના પરિવારે આ બાળકોની સર્જરી માટે લઇ જવાની ના પાડી હતી, અને તેના માતા-પિતા એ આ કોન જોઈન્ટ બાળકો ને આ જ સ્થતિ માં હોસ્પિટલ માંથી રાજા લઈને પોતાના ઘરે જતા રહ્યા હતા.