પિતા એ બે મહીના જાતે મહેનત કરી પુત્રના લગ્નની અનોંખી કંકોત્રી બનાવી ! કંકોત્રી ની ખાસીયત જાણી નવાઈ પામશો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં ફરી એક વખત લગ્નનો સમયગાળો શરુ થવા જઈ રહ્યો છે તેવામાં આવનાર લગ્ન ના સમય ને લઈને લોકો જોર શોર થી તૈયારીઓ કરવા લાગ્યા છે આપણે સૌ જાણીએ છીએ કે દરેક વ્યક્તિ માટે તેમના લગ્ન ઘણા ખાસ અને મહત્વના હોઈ છે માટે દરેક વ્યક્તિ ની ઈચ્છા પોતાના લગ્નને યાદગાર બનાવવાની હોઈ છે આ માટે પરિવાર દ્વારા પણ ઘણી મહેનત કરવામાં આવે છે અને લગ્નના આમંત્રણ અને વર કન્યાની એન્ટ્રીથી લઈને વિદાઈ, લગ્ન ડાન્સ, થીમ વગેરે બાબાત ને લઈને ઘણી વિચારણા કરવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લગ્ન માટે મહેમાન ને આમંત્રણ આપવાનો રીવાજ છે તેવામાં પરિવાર દ્વારા લગ્ન નું આમંત્રણ એટલે કે લગ્ન કંકોત્રી ને ખાસ અને અલગ રીતે તૈયાર કરવાનો હાલમાં ઘણો ક્રેઝ છે જેના લઈને હાલમાં જ એક અનોખી કંકોત્રી અંગે માહિતી સામે આવી છે કે જેમાં એક વિસીસ્ત રીતે કંકોત્રી તૈયાર કરવામાં આવી છે ઉપરાંત લગ્ન કંકોત્રી ને ફેક્વાને બદલે ઉપયોગ થાય અને લગ્ન માં આવનાર લોકો ને કઈક અલગ જોવા મળે તેવી વ્યવથા કરવામાં આવી છે.
તો ચાલો આપણે અનોખા લગ્ન વિશે વધુ માહિતી મેળવીએ. જો વાત આ લગ્ન અંગે કરીએ તો મળતી માહિતી અનુસાર આ લગ્ન નેત્રંગના છે કે જ્યાં મોહિત અનિલભાઈ પંચાલના લગ્ન થવા જઈ રહ્યા છે જણાવી દઈએ કે મોહિત નાં લગ્ન નિરાલી નામની સુરત ની યુવતી સાથે થવાના છે જેને લઈને પરિવારમાં ઘણો જ હરખનો માહોલ છે. જો વાત મોહિત અંગે કરીએ તોતે પિતા અનીલ ભાઈ નો એકનો એક સંતાન છે માટે પિતાની ઈચ્છા પુત્રના લગ્નને યાદગાર બનાવવા અને કઈક અલગ કરવા માટે હતી જેને લઈને તેમણે એક વિશીસ્ત કંકોત્રી તૈયાર કરાવી છે.
જણાવી દઈએ કે અનીલ ભાઈ લોઢાના કામ સાથે સંકળાયેલા છે. જો કે પુત્રના લગ્નને લઈને તેમણે બામ્બુ વાસ વળી અનોખી કંકોત્રી બનાવી છે જેનું કટિંગ અને ડ્રીલીંગ ઉપરાંત પોલીસ કરી તેને આકાર આપવાનું કામ ખુદ અનીલ ભાઈએ કર્યું છે. જો વાત કંકોત્રી અંગે કરીએ તો તેને વેલવેટ માં રજવાડી ઢબે છપાવવામાં આવી છે ઉપરાંત બામ્બુ વાસ ને મોબાઈલ સ્ટેન્ડ, અમે એન્ટીક પીસ ઉપરાંત મોબાઈલ મુક્તા તેના સ્પીકર નો અવાજ વુફર જેવો આઅવે તેમ તૈયાર કરવામાં આવી છે.
જણાવી દઈએ કે આ કંકોત્રી માં પૂઠાના પાઈપ ને ચોકલેટ જેવો આકાર આપવામાં આવ્યો છે જેની સાથે જૂના સમય ની સંતરા અને પીપરમેન્ટ પણ રાખવામાં આવી છે. જો વાત લગ્ન સ્થળ અંગે કરીએ તો અહી વર અને કન્યા નું નામ દેખાઈ તે માટે અનીલ ભાઈએ પુત્ર અને પુત્રવધુ ની નામ એક ત્રિકોણ પણ લખી તેને હાઇડ્રોજન ગેસ વાળા ફુગ્ગા સાથે જોડીને હોલના ગેટ પાસે છોડવા ની વ્યસ્થા કરવામાં આવી છે.
કે જેથી દરેક લોકોને જોવામાં આવે આ ઉપરાંત ૪ ઇંચ ઉચા બરફની લાદી પર દ્રાક્ષ મૂકી અને બુદ્ધિ ના બાલ ઉપરાંત પહેલા ના સમયની જેમ બરફ ના ગોળા બનાવી લોકોને આપવામાં આવશે. જણાવી દઈએ કે અનીલ ભાઈના જણાવ્યા અનુસાર લગ્ન માટે ૧૫૦ કંકોત્રી બનાવવા માટે ૬૦ દિવસ નો સમય લાગ્યો છે ઉપરાંત એક કંકોત્રી નો ખર્ચ ૪૫૦ રૂપિયા થયો છે. આમ લગ્નને યાદગાર અને ભવ્ય બનાવવા માટે વર ના પિતા અનીલ ભાઈએ ઘણી મહેનત કરી છે.