“કોઈએ મને પથ્થરો માર્યો એવું પહેલીવાર બન્યું…” ગરબા સમ્રાટ અતુલ પુરોહીત એ સ્ટેજ પર થી આવુ કેમ કીધુ ??? જુઓ વિડીઓ
હાલ ગુજરાત મા ચારે કોર નવરાત્રી નો રંગ જામ્યો છે અને સાથે સાથે અમુક જીલ્લાઓ મા વરસાદના લિધે આયોજન મા વિધ્ન પણ આવ્યુ છે જ્યારે ગઈકાલ વડોદરામાં યુનાઇટેડ વે ગ્રાઉન્ડમાં સતત બીજા દિવસે ગ્રાઉંડ મા પથ્થર વાગવા ને કારણે ગરબા રમતા ખેલૈયાઓ એ હોબાળો મચાવી દીધો હતો અને રિફંડ માગવા લાગ્યા હતા ત્યારે અતુલ પુરોહીત એ લોકો ને શાંત પાડવા વિનંતી કરી હતી.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો વડોદરા શહેર મા દર વર્ષ ની જેમ યુનાઇટેડ વે દ્વારા ગરબા નુ આયોજન કરવા મા આવેલુ છે ત્યારે સતત બિજે દિવસે ગ્રાઉંડ પર પથ્થરો હોવાથી ખેલૈયાઓ ને ગરબા લેવામા મુશ્કેલ પડતા અનુક ખેલૈયાઓ એ હોબાળો મચાવી દીધો હતો અને સ્ટેજ પાસે ટોળુ આવી ને રિફંડ રિફંડ ના નારા લગાવ્યા હતા.
જ્યારે હોબાળો થતા ઈનટવરલ ભાદ અડધો કલાંક જેટલો સમય ગરબા બંધ રાખવા મા આવ્યા હતા. અને આ સમગ્ર મામલ પીઆઇ સ્ટેજ પર દોડી ગયા હતા અને ખૈલેયાઓને કહ્યું હતું કે, લો એન્ડ ઓર્ડરની સ્થિતિ ના બગડે એનું ધ્યાન રાખો. ટોળામાં ભેગા ના થાવ, તમને કોઇ પ્રશ્ન હોય તો તમે લેખિતમાં અરજી આપી શકો છો. ખેલૈયાઓને કોઈપણ ફરિયાદ હોય તો તેઓ ગ્રાઉન્ડ પર અમારો સ્ટોલ છે, ત્યાં આવીને પણ રજૂઆત કરી શકે છે.
જ્યારે આ મમાલે ગાયક અતુલ પુરોહિતે સ્ટેજ પરથી કહ્યુ હતુ કે, ‘પહેલીવાર એવું થયું કે મારા છોકરાએ મને પથ્થર માર્યો અને એ પથ્થર મારા માથામાં વાગ્યો. હું તમને નિરાશ નહીં કરું, કાલે ગ્રાઉન્ડ સરખું નહીં હોય તો હું જ ગરબા નહીં શરૂ કરું.’ જ્યારે અતુલ પુરોહીત ની સમજાવટ ભાદ મામલો થાળે પડ્યો હતો અને ગરબા ફરી ચાલુ કરવામા આવ્યા હતા.
જ્યારે યુનાઇટેડ વે રિસર્ચ મોબિલિટી કમિટીના ચેરમેન હેમંત શાહે જણાવ્યું હતું કે, ગ્રાઉન્ડ પર પથ્થરો હોવાને કારણે આજે દિવસ દરમિયાન સફાઇ સહિતની કામગીરી કરવામાં આવી હતી. માત્ર 15થી 20 તોફાની તત્ત્વો ઉત્પાત મચાવી રહ્યાં છે. હોબાળો થયા પછી પણ ગરબા ચાલુ થયા છે. અતુલ પુરોહિતને કોઇએ પથ્થર માર્યો છે. તેઓ કહેશે તો કાલે ફરિયાદ નોંધાવાશે.