વેપારીના ઘરે રેઈડ કરાતા મળી આવ્યા કરોડો રુપીયા ! ગણવા માટે મશીન અને લઈ જવા માટે ટ્રક મંવાવવો પડ્યો
દેશ મા ક્યાય ક્યાય ને ક્યાય ટેક્સ ચોરી કરી ને કાબુ નાણુ ભેગુ કરવાના કિસ્સાઓ સામે પણ આવતા હોય છે ત્યારે ટેક્સ ચોર અવનવી તરકીબો અપનાવતા હોય છે ત્યારે તાજેતર મા જ મળતી માહીતી મુજબ ઉત્તરપ્રદેશના હમીરપુરમાં 12 એપ્રિલે સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમે એક ગુટકાના વેપારીના ઘરે રેડ કરી હતી. અને કરોડો રુપીયા જપ્ત કરી લીધા હતા. મહત્વ ની વાત એ છે કે વેપારી એ બેડ મા બોક્સ બનાવી મોટાભાગ ની રકમ ત્યા છુપાવી હતી.
આ રેડ દરમ્યાન સેન્ટ્રલ ગુડ્સ સર્વિસ ટેક્સની ટીમ સાથે આવેલા ડેપ્યુટી કમિશનરે આ અંગે કંઈપણ કહેવાનો ઈનકાર કર્યો હતો. આ કાર્યવાહી મા કુલ 18 કલાંક નો સમય લાગ્યો હતો. જે વેપારીના ઘરે રેડ કરવામા આવી હતી તે એક ગુટકા નો વેપારી છે અને કહેવામા આવી રહ્યુ છે કે આ રેઈડ જોઈન્ટ કમિશનરે સર્ચ વોરન્ટ આપ્યું હતું. એની પર આ કાર્યવાહી કરવામાં આવી છે.
આ સમગ્ર કાર્યવાહી મા કુલ 15 ઓફિસરો ની ટીમ જોડાઈ હતી અને તપાસ કરવામા આવી હતી મોટા ભાગ ના રુપીયા બેડ માથી નીકળ્યા હતા અને કુલ 6 કરોડ 31 લાખ 11 હજાર આઠ સો રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. આ સમગ્ર કાર્યવાહી મા કુલ 18 કલાંક જેટલો સમય લાગ્યો હતો જેમા 12 એપ્રિલ ના સવારે 6 વાગ્યા થી શુરુ કરી 13 એપ્રિલ ના સાંજે 6 વાગ્યા સુધી આ કાર્યવાહી કરવામા આવી હતી.
અહી મહત્વ ની વાત એ છે કે વેપારી ના ઘરે થી એટલા રુપીયા મળી આવ્યા હતા કે ગણવા માટે મશીન મંગાવવા પડ્યા હતા અને રુપીયા ભરવા માટે ટ્રક બોલાવવો પડ્યો હતો. ટ્રકમાં રૂપિયા મૂકીને એને હમીરપુરની સ્ટેટ બેન્કમાં મોકલવામાં આવ્યા છે. હાલ એમ કહેવાઈ રહ્યું છે કે વેપારીએ જીએસટી ડોક્યુમેન્ટમાં જે હેરાફેરી કરી છે એ અલગ છે. બોક્સમાં ભરેલા રૂપિયા કરોડોમાં હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
