Entertainment

કારખાનામાં મજુર તરીકે કામ કરનાર ઉપેન્દ્ર ત્રિવેદી કંઈ રીતે અભિનય સમ્રાટ બન્યા!આવું જીવન જીવ્યું તેમને..

આજે આપણે ગુજરાતી સિનેમા અભિનય સમ્રાટ ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદી વિશે જાણીશું. તેમના જીવન પર એક નજર કરીએ કે તેમને કંઈ રીતે ગુજરાતી ફિલ્મોમાં કારકિર્દી શરૂ કરી તેમજ તેમના જીવનની જ્યોત કંઈ રીત બુઝાઈ ગઈ.આપણે એ વાત જાણીએ છે કે, અભીનય ક્ષેત્ર માટે તેઓને ૧૯૮૯માં પદ્મશ્રીથી સન્માનિત કરાયા ઉપરાંત તેમને પંડિત ઓમકારનાથ ઠાકુર એવોર્ડથી પણ સન્માનિત કરાયા હતા.ઉપેન્દ્ર ત્રિવેદીનો જન્મ ૧૯૩૬માં થયેલો.

તેમનું કુટુંબ ઇડર નજીકનાં કુકડીયા ગામનું વતની હતું. તેમના માતા-પિતા મધ્ય પ્રદેશના ઉજ્જૈન ખાતે વસ્યા હતા. શરૂઆતમાં તેઓ પોતાના મોટાભાઈ પાસે મુંબઈમાં રહેતા હતા. તેમના પિતા કે જે મિલમજૂર હતા તેમને પક્ષઘાત થયેલો ત્યારે તેમણે કૂલી તરીકે અને છત્રી બનાવવાના કારખાનામાં મજૂર તરીકે પણ કામ કરેલું.ઉપેન્દ્ર ત્રિવેદી – ત્રણ ભાઈ અને એક બહેન એમ ચાર ભાંડુળાઓમાંના એક હતા. તેમણે ’બોમ્બે યુનિવર્સિટી’માંથી, આર્ટ્સ વિદ્યાશાખામાં સ્નાતકની ઉપાધી મેળવી હતી.

તેમના નાનાભાઈ, અરવિંદ ત્રિવેદી, પણ જાણીતા અભિનેતા છે જેમણે લોકપ્રિય હિન્દી ધારાવાહીક, રામાયણમાં રાવણનું પાત્ર ભજવેલું. ઉપેન્દ્રભાઈના મોટાભાઈ, ભાલચંદ્ર, શિક્ષણવિંદ હતા.ગુજરાતી ચલચિત્ર ઉદ્યોગના ખુબ જ જાણીતા અભિનેતા ગણાતા ઉપેન્દ્ર ત્રિવેદીએ ગુજરાતી ચલચિત્રો અને નાટકો એમ બંન્નેમાં અભિનય આપ્યો હતો.મુંબઈ ખાતે કોલેજ જીવન દરમિયાન ઉપેન્દ્ર ત્રિવેદીએ ઘણાં નાટકોમાં કામ કર્યું હતું. ચલચિત્ર જગતમાં તેમણે કારકિર્દીની શરૂઆત ૧૯૭૦માં કરી અને સતત ૪૦ વર્ષ સુધી તેઓ આ કારકિર્દીમાં રહ્યા.

શરૂઆતમાં તેઓએ કોલેજની ફી ભરવા માટેના પૈસા કમાવા માટે કેટલાંક ગુજરાતી ચલચિત્રોમાં સહાયક ભૂમિકાઓ ભજવેલી. તેમણે વનરાજ ચાવડો, મહેંદી રંગ લાગ્યો જેવા ચલચિત્રોમાં આવી ભૂમિકાઓ ભજવેલી.તેમને ગુજરાતી ચલચિત્રોમાં પ્રથમ મોટી તક રવિન્દ્ર દવે દ્વારા દિગ્દર્શિત ચલચિત્ર જેસલ તોરલ (૧૯૭૧)માં મળી. ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં તેનો અભિનય જોઈને રવિન્દ્ર દવેએ તેમને આ તક આપી હતી. જેસલ તોરલ સફળ વ્યવસાયિક ચલચિત્ર હતું જેમાં ઉપેન્દ્ર ત્રિવેદીએ જેસલ જાડેજાનું પાત્ર ભજવ્યું હતું.

તેમણે મનુભાઈ પંચોળીની ઝેર તો પીધાં જાણી જાણી નામક નવલકથા પર આધારીત એજ નામના ચલચિત્રનું નિર્માણ-દિગ્દર્શન પણ કરેલું.તેમણે ૧૯૯૯માં ચલચિત્ર મા બાપને ભુલશો નહીંમાં નરેશ કનોડિયા સાથે જોડીદાર તરીકે પ્રથમ વખત અભિનય કરેલો તથા એમની અને સ્નેહલતાની જોડીએ ૭૦ અને ૮૦ ના દાયકા માં ઘણી બધી સફળ ગુજરાતી ફિલ્મો આપી હતી. તેમણે ગુજરાતી નાટક અભિનય સમ્રાટમાં સાત અલગ અલગ ભૂમિકાઓ કરેલી.આંતરરાજ્ય નાટ્યસ્પર્ધામાં શ્રેષ્ઠ લેખન, દિગ્દર્શન,અભિનયનાં પારિતોષિકો મળ્યાં હતા.

તેમના ભાઈ અરવિંદ ત્રિવેદીએ પણ ઘણાં ગુજરાતી અને હિન્દી ચલચિત્રો તથા ટી.વી.શ્રેણીમાં અભિનય કરેલો છે. હિન્દી ચલચિત્ર જંગલમેં મંગલમાં તેમણે પોતાના ભાઈ અરવિંદ ત્રિવેદી સાથે નકારાત્મક ભૂમિકા ભજવેલી.આ બાદ ઉપેન્દ્ર ત્રિવેદીએ અનેક ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યા પછી અભિનય થી વિરામ લીધો અને ત્યારબાદ ઉપેન્દ્ર ત્રિવેદી ૧૯૮૦માં, ગુજરાત ધારાસભાની ભિલોડા બેઠક પરથી ચૂંટાઈ અને, રાજકારણમાં જોડાયા. તેમણે ૩૧ માર્ચ, ૨૦૦૦ થી ૧૯ જુલાઇ, ૨૦૦૨ સુધી ગુજરાત ધારાસભાના નાયબ અધ્યક્ષ તરીકેનો પદભાર સંભાળેલો. તેઓએ ’ગુજરાતી ફિલ્મ કોર્પોરેશન’નાં ચેરમેન તરીકે પણ સેવાઓ આપી હતી.

૪ જાન્યુઆરી, ૨૦૧૫ના રોજ વહેલી સવારે, મુંબઈ ખાતેના તેમના નિવાસસ્થાને, શ્વાસને લગતી બિમારી ને કારણે, ૭૮ વર્ષની આયુમાં, તેમનું અવસાન થયું. તેઓ પોતાની પાછળ પત્ની અને બે પુત્રોને એકલા મૂકીને ચાલ્યા ગયા ત્યારે માત્ર તેમના પરિવાર જ નહીં પરંતુ ગુજરાતી સીનેમાએ પોતાનો સમ્રાટ ગુમાવ્યો ત્યારે આ રંગમંચ પણ રડી પડ્યું હશે.તેમના ચાહકવર્ગમાં પણ ખૂબ જ દુઃખ છવાઈ ગયું હતું. આજે પણ ગુજરાતી ફિલ્મોમાં તેમની ખોટ કોઈ પુરી શક્યું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!