સૌરાષ્ટ્રના યુવાનના લગ્ન ની અનોખી કંકોત્રી જેમા એલુ લખાવ્યું કે જેનાથી અનેક લોકો નુ કલ્યાણ થશે અને ઉપયોગી પણ..
હાલ મા જ લગ્ન ની પ્રથમ સીઝન પુરી થય છે અને આપણે અનેક ભવ્ય લગ્નો જોયા જેમા ખાસ કરીને એક્ટરો અને ઉદ્યોગપતિઓના દિકરા દીકરી ના લગ્નો પણ જોયા જેમા ભવ્ય આયોજનો કરવામા આવેલા અને લાખો અને કરોડો ના ખર્ચે પણ કરવામા આવેલો છે અને નવી કંકોત્રીઓ પણ જોવા મળી જેમા લાખો નો ખર્ચ થયો હોય ! ત્યારે આજે અમે તમને ફરી એક ખુબ સરસ કંકોત્રી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
આપણે જે કંકોત્રી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ એ કંકોત્રીની વાત થોડી જુની છે. પણ એક ઉદાહરણ રુપ છે જેથી અમે તમને જણાવવા માંગીએ છીએ. અમરેલી જીલ્લાના નાના એવા ગામડા ગામ ગાધકડાના યુવાન કે જેનુ નામ સંકેત સાવલિયાએ પોતના લગ્ન માટે અનોખી કંકોત્રી છંપાવાનુ વિચાર્યું જેમા લગ્નના ખાસ પ્રસંગો ની સાથે વિવિધ સરકારી યોજનાઓ ની માહીતી પણ લખાવવામાં આવી જેથી લોકો ને ફાયદો થાય અને લોકો મના યોજના વિશે માહીતી મળી રહે.
ખાસ કરી ને જો કંકોત્રીઓની વાત કરવામા આવે તો લગ્નના ખાસ પ્રસંગો અને ટહુકા નો ઉલ્લેખ કરવામા આવતો હોય છે. અને લગ્ન બાદ કંકોત્રી નકામી થતી હોય છે અને કા તો પસ્તી મા જતી હોય છે ત્યારે આ અનીખી કંકોત્રી લોકો માટે ખુબ ઉપયોગી સાબીત થશે જેમાં ખાસ કરીને આધાર કાર્ડ કેવી રીતે કઢાવવું, વિવિધ કાર્ડો મા સુધારા વધારા કેવી રીતે કરવાના, અવનવી સરકારી યોજના નો લાભ કેવી રીતે લેવો આવી અનેક બાબતો આ કંકોત્રી મા છપાવવા મા આવી હતી.
જો સંકેત સાવલિયા ની વાત કરવામા આવે તો યુ યુવાન પ્રાથમિક શાળામાં અભ્યાસ મેળવી અમદાવાદથી બી. કોમ અને એમ. કોમ કર્યું છે અને અત્યારે સમાજ કાર્યમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા છે. સાથે સાથે સંકેત હાલ ગુજરાતની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા આઈ.આઈ.એમ.ની એજ્યુકેશનલ ઇનોવેશન બેંકમાં પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ એસોસિએટ તરીકે કામ કરી રહ્યા છે.
સંકેતનુ માનવુ છે કે જો આવુ કરવાથી લોકો ને વિવિધ યોજના ઓ વિશે માહીતી મળશે અને યોજનાનો લાભ લઈ શકશે. સંકેતના પરીવારજનો એ પણ આ બાબત નુ સમર્થન આપ્યુ હતુ અને સહકાર આપ્યો હતો. ખરેખર જો દરેક લોકો આવી કંકોત્રી છપાવે તો ખુબ લોક જાગરુતી આવી શકે છે અને લોકો કલ્યાણ થય શકે છે.