ગુજરાતના નાના એવા ગામનો ઉર્વીલ પટેલ IPL તરખાટ મચાવશે ! ગુજરાત ની ટીમે આટલા લાખ મા ખરીદ્યો..જુઓ
આજે આપણે જાણીશું ગુજરાતના પ્રખ્યાત ક્રિકેટર ઉર્વીલ પટેલ વિશે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ IPLના ખેલાડીઓની હરાજી યોજાઈ હતી. આ આઇપીએલની હરાજીમાં ગુજરાતના ઉર્વીલ પટેલની ચારેતરફ ચર્ચા થઈ રહી છે, ત્યારે ચાલો અમે આપને જણાવીએ કે આખરે ઉર્વીલ પટેલ કોણ છે અને તેની કેટલા લાખમાં ખરીદી કરવામાં આવી છે.
ગુજરાતના પાલનપુરમાં રહેતા અને મૂળ વડનગરના એક શિક્ષક પરિવામાં ઉર્વીલ પટેલનો જન્મ થયો હતો અમે બાળપણથી જ ઉર્વીલે અભ્યાસની સાથે સાથે ક્રિકેટ ને પહેલી પસંદગી બનાવી ક્રિકેટમાંછેલ્લા 15 વર્ષથી સતત મહેનત કરતા આ વખતે તેની IPLમાં એટલે કે ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પસંદગી થતા ઉર્વીલ પટેલના પરિવાનું ગૌરવ વધાર્યું છે
ઉર્વિલના પિતા એક શિક્ષક છે અને મુળ વડનગરના વતની છે. ઉર્વિલ છેલ્લા 15 વર્ષની મહેનત કરતો હતો અને દરરોજ સવારે 4 વાગ્યે ઉઠીને તે ક્રિકેટ રમવા પહોંચી જતો હતો ત્યારે આ IPLમાં તેની મહેનતનું ફળ મળ્યુ છે.
શુક્રવારે IPL 2023ની મિની ઓક્શનમાં તમામ 10 ટીમોએ ઓલરાઉન્ડર અને બોલરો પર મોટો દાવ રમ્યો હતો.પરંતુ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે હરાજીમાં સાત ખેલાડીઓ પર બોલી લગાવી હતી. ઉર્વીલને 20 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો
IPL 2023ની મિની ઓક્શનમાં ખરીદાયેલા 80 ખેલાડીઓમાંથી 70% આ કેટેગરીમાં વેચાયા હતા, જ્યારે 30% બેટ્સમેન (વિકેટકીપર સહિત)ને બિડ મળી હતી. રૂ. 206.5 કરોડમાંથી, 10 ફ્રેન્ચાઇઝીએ રૂ. 103.95 કરોડ એટલે કે 62.25% ઓલરાઉન્ડરો પર ખર્ચ્યા. 10 ટીમોએ 80 ખેલાડીઓ પર 167 કરોડ રૂપિયા ખર્ચ્યા.
ગુજરાત ટાઈટન્સ ટીમમાં હાર્દિક પંડ્યા (કેપ્ટન), કેન વિલિયમસન, અભિનવ સદારંગાની, અલઝારી જોસેફ, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, ડેવિડ મિલર, જયંત યાદવ, મેથ્યુ વેડ, મોહમ્મદ શમી, નૂર અહેમદ, શિવમ માવી, પ્રદીપ સાંગવાન, જોશુઆ લિટલ, કેએસ ભરત, ઓડિન સ્મિથ, આર. સાઈ કિશોર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, શુભમન ગિલ, વિજય શંકર, રિદ્ધિમાન સાહા, યશ દયાલ, ઉર્વીલ પટેલ, મોહિત શર્મા શામેલ છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.