પુત્રવધૂની વેલ લાવવા માટે ઝાલા પરીવાર હેલિકોપ્ટર અને 200 કાર ના કાફલા સાથે પહોંચ્યા ! અતિ ભવ્ય લગ્ન
હાલમાં જ્યારે લગ્નની સિઝન ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ભવ્ય અને અનોખી રીતે લગ્ન યોજાયેલ. આ જાણીને તમને આશ્ચય પણ થશે કારણ કે, સુરેન્દ્રનગરમાં સાસરી પક્ષે પુત્રવધૂની વેલ લાવવા માટે હેલિકોપ્ટર મોકલ્યું, 200થી વધુ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ખરેખર આ કોઈ સામાન્ય વાત નથી કારણ કે જે રીતે સ્વાગત કરવામા આવ્યું તે ખૂબ જ અનોખી રીતે કરવામાં આવ્યું હતું. ત્યારે ચાલો અમેં આપણે આ ઘટના વિશે સંપૂર્ણ માહિતી આપીએ કે કંઈ રીતે આ લગ્ન ની રસમ યોજાઈ અને આલગ્નનું આકર્ષનું કેન્દ્ર શું હતું.
હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, સુરેન્દ્રનગરના ક્ષત્રિય પરિવારે પુત્રવધૂની વેલ લાવવા માટે હેલિકોપ્ટરની વ્યવસ્થા કરી હતી. નવો ચિલો ચાતરી સમાજને નવી રાહ ચીંધી છે. ધ્રાંગધ્રાથી સુરેન્દ્રનગર વેલ પહોંચતાં જ 200થી વધુ કારના કાફલા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ આ લગ્નમાં ઝાલા પરિવારે અનોખું આયોજન કર્યું હતું, જેમાં લગ્નમાં વધૂની વેલ લગ્નના સ્થળે હેલિકોપ્ટરથી પહોંચાડાઈ હતા.
ખરેખર આ એક અતિ ભવ્ય લગ્ન હતા અને આ લગ્નમ સુરેન્દ્રનગરના રાજેન્દ્રસિંહ બળવંતસિંહ ઝાલાના ભાઇ અને વિશ્વહિન્દુ પરિષદ પ્રમુખ બાર એસોસિયેશનના પ્રમુખ એડવોકેટ પ્રવીણસિંહ ઝાલાના પુત્ર યશપાલસિંહ ઝાલાના લગ્ન ધ્રાંગધ્રાના રાજેન્દ્રસિંહ જાડેજાની પુત્રી ખુશાલીબા સાથે યોજાયા હતા, જેમાં ઝાલા પરિવારે લગ્નપ્રસંગે વધૂની વેલ હેલિકોપ્ટરથી પહોંચાડવાનું આયોજન કર્યું હતું.
જેમાં ધ્રાંગધ્રાથી પુત્રવધૂને હેલિકોપ્ટરમાં લઇ શહેરના વડનગર પાસે આવેલા હેલિપેડ પર હેલિકોપ્ટર ઊતર્યું હતું, સુરેન્દ્નગરમાં પ્રથમવાર વધૂની વેલ હેલિકોપ્ટરથી આવતાં વિસ્તારના હજારો લોકો હેલિપેડ પર ઉપસ્થિત રહ્યા હતા. આમ, અત્યારસુધીમાં સુરેન્દ્રનગરમાં લોકોએ વરરાજાને હેલિકોપ્ટરમાં જઇ વધૂને પરણવા આવતાં ઘણી વખત જોયા હશે, પરંતુ સુરેન્દ્રનગર ખાતે રહેતા ઝાલા પરિવારે લક્ષ્મી સ્વરૂપ પુત્રવધૂને અનોખી રીતે આવકારી હતી.