Gujarat

વડોદરા મા ભેદી સંજોગો મા ગુમ થયેલા જોશી પરિવારના ઘરે થી 10 પાના ની ચિઠ્ઠી મળી આવી ! લખ્યુ કે હતુ કે ” અમારા મોત માટે આ ચાર લોકો….

હાલમાં વડોદરા શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. તમને જાણીને આશ્ચય થશે કે, વડોદરા શહેરના આઇકોનમાં રહેતા શિક્ષક પરિવાર સાથે રહસ્યમય ગુમ થઇ ગયો અને પોલીસ તપાસ દરમિયાન તેમના ઘરમાંથી 10 પાના ની ચિઠ્ઠી મળી આવી ! આ જે ચિઠ્ઠીમાં લખ્યું એ દરેક વાત ચોંકાવનારી છે. ચાલો અમે આપને આ ઘટના અંગે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીએ કે, ક્યાં કારણોસર આ પરિવાર ગુમ થઈ ગયેલો.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, મૂળ ભાવનગરના દૂધાળાના વતની રાહુલ જોશી કપુરાઈ ચોકડી પાસે કાન્હા આઈકોનમાં ત્રીજા માળે 303 નંબરના મકાનમાં પોતાની પત્ની નીતાબેન, પુત્ર પાર્થ અને પુત્રી પરીબેન રહેતાં હતાં. રાહુલ ભાઈ સ્કૂલમાં હંગામી શિક્ષક હતા અને ટ્યૂશન કરાવતા હતા. તેઓએ તેમનો ફલેટ મોર્ગેજ મૂકીને 29 લાખ રૂપિયાની લોન લીધી હતી. આ લોન નિરવના નામે લીધી હતી. હોટલના ધંધા માટેની લોન લીધા બાદ ધંધો ન ચાલતા આર્થિક ભીંસ શરૂ થઇ હતી. એક બાજુ મકાનનો હપ્તો અને બીજું ધંધા માટે લીધેલી લોન બંનેના હપ્તા ચાલુ થતાં તેઓ આર્થિક ભીંસમાં આવી ગયા હતા અને ભેદી સંજોગોમાં પરિવાર ગૂમ થઇ ગયેલ.

તપાસ દરમિયાન પોલીસને તેમના ઘરમાંથી એક 10 પાનાંની અને બીજી 3 પાનાંની એમ બે ચિઠ્ઠી મળી આવી હતી. આ ચિઠ્ઠીમાં શિક્ષકે ‘અમારા મોત માટે નિરવ ભૂવા, રાહુલ ભૂવા, બિટ્ટુભાઇ અને અલ્પેશ મેવાડા જવાબદાર છે’ આ ઉપરાંત અન્ય ચોંકાવનારી વિગતો લખી હોવાનું પોલીસે જણાવ્યું હતું. પોલીસને મકાનમાંથી શિક્ષક પરિવારના ચાર સભ્યોના મોબાઇલ ફોન મળી આવ્યા છે. પરિવારના ગુમ થવાની ખબર ત્યારે પડી જ્યારે મંગળવારે રાહુલભાઈના મોટા ભાઈ પ્રણવ જોશી.ના ફોન પર સંબંધીઓએ કોલ કર્યા હતા કે, રાહુલ જોશીનો ફોન લાગતો નથી. જેથી પ્રણવભાઈ વડોદરા દોડી આવ્યા હતા અને રાહુલના ઘેર પહોંચતાં ઘર બંધ હતું. ત્યારબાદ પ્રણવ જોશીએ પાણીગેટ પોલીસને રાહુલ જોશીનો પરિવાર ગુમ થયો હોવાની અરજી આપી હતી.

રાજુભાઇ જે મકાનમાં રહેતા તેના પર 29 લાખની લોન ચાલુ છે, જે નિરવના નામે છે. તેની પૂછપરછ કરાઈ છે, પણ ફરી તેની પૂછપરછ કરાશે. શિક્ષક રાહુલ જોશીએ પોતાની સોસાયટીના આઠથી દસ જેટલા સભ્યો પાસે પણ નાણાકીય વ્યવહાર કર્યો હતો. આ ઉપરાંત તેઓએ બહારના ચાર જેટલા વ્યક્તિઓ પાસેથી પણ નાણાકીય વ્યવહાર કર્યો હતો.

ઉઘરાણીએ આવતા લોકોથી બચવા માટે રાહુલભાઈ મોડી રાત્રે ઘરે આવતા હતા અને વહેલી સવારે ઘરેથી નીકળી જતા હતા. શિક્ષક રાહુલ જોષી આ સંકટથી બચવા તેઓ પરિવાર સાથે ક્યાંક ચાલ્યા ગયા છે. પોલીસે પરિવારને સહીસલામત શોધવા માટે ચાર ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. ચિઠ્ઠીમાં જે નામનો ઉલ્લેખ થયેલ છે, તેમની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!