વડોદરા મા સાયકલ રીપેરીંગ ની દુકાન ચલાવતા આડેધે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી આંખ મા..
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક લોકો પોતાનું જીવન ટૂંકાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરા મા સાયકલ રીપેરીંગ ની દુકાન ચલાવતા આડેધે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો ! આપઘાત કરવાનું કારણ જાણી આંખમાંથી આંસુઓ આવી જશે. આ ઘટનાં અંગે અમે આપને વધુ વિગતવાર જણાવીએ કે, આખરે કઇ રીતે આ બનાવ બન્યો અને આધેડનાં મોતનું જવાબદાર કોણ છે.
સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરાના માંજલપુર જીઆઈડીસી રોડ વિસ્તારમાં સાયકલની દુકાન ચલાવનાર એક વ્યક્તિએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. પરિવારજનોમાં પણ શોકનું માહોલ છવાઈ ગયું છે. આ ઘટનાં અંગે વધુ જાણીએ તો સાયકલની દુકાન ચલાવનાર કિશોરભાઇ સોલંકી એ આજે સવારે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાની વિગતો સામે આવી છે.
પ્રાથમિક તપાસમાં બેંક રિકવરી લોનના એજન્ટથી કંટાળીને મૃતકે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ વિશે હાલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતકની પરિચીત મહિલાએ જણાવ્યું હતું કે, બેંક વાળા પહેલી તારીખથી લઈને પાંચમી તારીખ સુધી પૈસા લેવામાં તેમના ઘરના ધક્કા ખાતા હતા. જેથી કંટાળીને આ માણસ ઘરે પણ નહતો આવતો. ઘણી વખત મે તેને સમજાવ્યો હતો કે તું ચિંતા ન કરીશ. પરંતુ આ વ્યક્તિ ઘણો ગભરાઈ જતો હતો. અને તેનું મગજ કામ નહતું કરતું.
બેંક વાળા તેને સતત ધમકી આપતા હતા કે હપ્તો આપો નહીં તો દુકાન સીલ મારી દઈશું, ઘરને સીલ મારી દઈશું. ત્રણ દિવસથી આ ભાઈ ઘરે જ નહતા આવ્યા. આજે જ્યાંરે તેમના પત્ની દુકાનમાં તેમણે જોવા માટે આવ્યા ત્યારે સટર ખોલીને જોયું તો મૃતકે ગળે ફાંસો ખાઈ લીધો હતો. જેથી તેમના પત્નીએ બૂમાબૂમ કરતા લોકો દોડી આવ્યા હતા.
આ દુઃખદાયી બનાવ બનતા જ તાત્કાલિક જ આસપાસના લોકો દોડી આવ્યા હતા.આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતાં પોલીસની ટીમ પણ આવી પહોંચી હતી. અને મૃતદેહનો કબજો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ આપઘાત પાછળનું સાચુ કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે, ત્યારર મુત્યુનું કારણ જાણી શકાશે