વડોદરા : 11 લાખ ની કાર લઈ ને આવેલા ચોરે એક કુંડા ની ચોરી કરી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ચોરીના તો અનેક બનાવ બનતા હોય છે પરંતુ ખરેખર આ જગતના અલગ અલગ પ્રકારના ચોરો હોય છે.જરૂર નથી પૈસાની તંગી થી પીડાતો વ્યક્તિ જ ચોરી કરી શકે પરતું ક્યારેક તો પૈસા વાળા વ્યક્તિ ચોરી કરતા અચકાતા નથી.હાલમાં જ એક એવી ઘટના બની કે વડોદરામાં 11 લાખ ની કાર લઈ ને આવેલા ચોરે એક કુંડા ની ચોરી કરી ! બોલો એવું તે શું ખાસ હશે એ કુંડામાં કે ચોરી કરવી પડી એ પણ 11 લાખની ગાડી હોય…
ચાલો અમે આપને તમામ વિગતો જણાવીએ કે આખરે ક્યાં કારણોસર આ ઘટના બની છે. તમને જાણીને ખૂબ જ આશ્ચય થશે કે, આ એક ખૂબ જ ચોંકાવનારી અને આશ્ચય જનક ઘટના છે. સવારના પોહરમાં વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલા કેફે બહાર આવેલ એક વ્યક્તિ એ કારમાં કેફે બહાર મુકેલુ કુંડુ 11 લાખની કારની ડીકીમાં મુકીને ચોરીને ગયો.
આપણે જાણીએ છે કે,સામાન્ય રીતે ચોરો પૈસા, કિંમતી માલસામાન તથા અન્ય મોંઘી વસ્તુઓની ચોરી કરતા હોય છે. પરંતુ વડોદરામાં શનિવારે વહેલી સવારે ફૂલછોડ માટેના કુંડાની ચોરી કરવા નાં દિવસો કેમ આવ્યાઇકો સ્પોર્ટ ગાડી જેની કિંમત રૂ. 11 લાખની આસપાસ હોવાનું સામે આવ્યું છે. કારમાંથી એક શખ્સ નીચે ઉતરે છે અને ફોન પર વાત કરે છે. ફોન પર વાત કરતાની સાથે શખ્સ કારની આસપાસ આંટા મારી રહ્યો છે.
એક મિનિટ જેટલો સમય ફોન પર વાત કરીને શખ્સ કારની ડીકી ખોલે છે કુંડુ ઉઠાવીને કારની ડીકીમાં મુકી રવાના થઇ જાય છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગય છે.ખરેખર હાલમાં તો કેફે લોકો વિચારી રહ્યા છે કે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે.આ ઘટના ચોકવનારી ને સાથો સાથ હાસ્યજનક પણ છે કે કોઈ વ્યક્તિ કુંડા માટે ચોરી કરી શકે.