Entertainment

વડોદરા મા પત્નીએ પોતાના પતિ ને તડપાવી તડપાવી ને મોત આપ્યુ! કારણ જાણી આંચકો લાગશે…

પોતાના જ સ્વજનોની હત્યાના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે હાલમાં જ વડોદરા શહેરમાં  42 વર્ષના પતિને 27 વર્ષીય પત્નીએ કંપારી છૂટી જાય એવું મોત આપ્યું. ખરેખર આ ઘટના ખૂબ જ ચોંકાવનારી અને હૈયુ કંપાવી દે એવી છે. આપણે જાણીએ છે કે, લગ્નજીવન બાદ અનેક પતિઓ પોતાની પત્ની પર શંકા કરતા હોય છે અને આ કારણે લગ્ન જીવનમાં મનભેદ અને કડવાશ વધી જાય છે.જેનું ક્યારેક ગંભીર પરિણામ પણ સામે આવતું હોય છે.

હાલમાં જ વડોદરાના છાણી ટીપી-13 વિસ્તારમાંથી આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 42 વર્ષનો પતિ તેની 27 વર્ષીય પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખતો હતો. શંકાશીલ સ્વભાવથી કંટાળીને પત્નીએ તેને કાળજુ કંપી ઉઠે એવું મોત આપ્યું હતું કે, ખુદ પોલીસ પણ ચોંકી ગઈ હતી. મૃતકના પિતાની ફરિયાદની આધારે ફતેગંજ પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક નવીનભાઈ વાળંદ તેની પત્ની 27 વર્ષની પત્ની રંજન અને બે બાળકો સાથે રહેતો હતો. જ્યારે તેઓ ઘરે આવ્યા ત્યારે તેમનો પુત્ર નવીનભાઈ બંને બાળકો સાથે ઘરમાં હાજર હતા. જ્યારે રંજન કોઈ કામથી બહાર ગઈ હતી. ઘરે આવ્યા બાદ રંજને ખીર બનાવી હતી. બાદમાં આ ખીર પતિ અને બંને બાળકોને ખવડાવી હતી. એ પછી મોડી રાત્રીના 12 વાગ્યાના અરસામાં તે તેના બંને બાળકોને લઈને બાજુના બ્લોકમાં સૂવા માટે ગઈ હતી. સવારે વહેલા ઉઠ્યા બાદ જે રુમમાં નવીનભાઈ સૂઈ રહ્યા હતા એ રુમમાં ગઈ હતી અને બૂમાબૂમ કરી હતી.

આ કારણે નવીનભાઈના પિતા ગોરધનભાઈએ જોયું કે તેમના દીકરાના ગળામાં કંઈ વાગવાથી લોહી જામેલું પણ જોવા મળ્યું હતું.બાદમાં રંજને 108ને ફોન કરીને બોલાવી હતી અને હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ નવીનભાઈને મૃત જાહેર કર્યા હતા.નવીનભાઈની ડેડબોડી જોતા પોલીસને હત્યા થઈ હોવાની શંકા હતી.

પત્ની રંજનની પણ આકરી પૂછપરછ કરી હતી અને જણાવ્યું હતું કે, મોડી રાત્રે પોતાના બંનેના બાળકોને સસરાના રુમમાં સૂવડાવી દીધા હતા અને પતિના રુમમાં ગઈ હતી. એ દરમિયાન ફરીથી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેથી ગુસ્સામાં આવીને રંજને લોખંડના ટુકડાથી ગળુ દબાવી દીધું હતું. એ પછી ઈલેક્ટ્રિકના વાયર તેના પગમાં બાંધ્યા હતા અને કરંટ આપ્યા હતા અને આજ કારણે તેનું મોત થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!