વડોદરાનાં PSIનું રોડ અકસ્માત થયું દુઃખદ નિધન!PSIના પત્નીને અજાણ્યા વ્યક્તિ ફોન કરીને આરોપી વિશે આપી આવી માહિતી .
ગુજરાતમાં દિવસેને દિવસે અનેક રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખ દાયી ઘટના બની છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વડોદરાના કરજણ નેશનલ હાઇવે-48 ઉપર માંગલેજ ચોકડી પાસે પંદર દિવસ પહેલાં અકસ્માતનો ભોગ બનેલા નારેશ્વર આઉટપોસ્ટ પોલીસ ચોકીના ઇન્ચાર્જ PSIનું દુઃખદ નિધન થઈ ગયું. ચાલો અમે આપને સંપૂર્ણ ઘટના વિશે જાણીએ કારણ કે આરોપી વિશે જાણીને ચોકી જશો.
આ ઘટના વિશે વધુ જાણીએ તો, વડોદરમાં સિટી પોલીસ લાઇનમાં બી-1, રૂમ નંબર-7માં રહેતા અને કરજણના નારેશ્વર આઉટપોસ્ટમાં PSI તરીકે ફરજ બજાવનાર રવિચન્દ્રભાઈ બાબુભાઈ નિનામા તા.1-8-022ના રોજ સાંજના સમયે પોતાની નોકરી પતાવીને બાઇક પર વડોદરા આવી રહ્યા હતા.
આ દરમિયાન બાઇક પર વડોદરા આવી રહેલા PSI રવિચન્દ્ર નિનામાને કરજણ હાઇવે પર માંગલેજ ચોકડી પાસે પાસે અકસ્માત નડ્યો હતો.
આ ઘટનામાં જેમાં તેઓને ગંભીર ઇજા પહોંચી હતી. આ અંગેની જાણ કોઇ અજાણ્યા વ્યક્તિએ PSIના ફોન ઉપરથી PSIની પત્નીને જાણ થઇ હતી અને અજાણી વ્યક્તિએ જણાવ્યું હતું કે, કોઇ પોલીસવાળાએ વાહન અથાડીને અકસ્માત કરી ભાગી ગયેલ છે. જેથી આ અંગે ફરજ બજાવતા મહેશભાઇએ PSIના પત્નીને જણાવ્યું કે, સાહેબને વડોદરા સયાજી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા અને સયાજી હોસ્પિટલમાં ચાર-પાંચ દિવસ સારવાર અપાવ્યા બાદ PSI રવિચન્દ્ર નિનામાને વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
જ્યાં તેઓનું ટૂંકી સારવાર દરમિયાન મોડી સાંજે મોત નીપજ્યું હતું. PSI રવિચન્દ્ર નિનામાના મોતના સમાચાર વડોદરા શહેર-જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ગમગીની ફેલાઇ ગઇ હતી. આ બનાવ અંગે કરજણ પોલીસે PSIના પત્ની દક્ષાબહેન રવિચન્દ્ર નિનામાની ફરિયાદના આધારે અજાણ્યા પોલીસ જવાન વાહન ચાલક સામે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ખાસ વાત એ છે કે, 10 માસ પહેલાં જ PSIનું પ્રમોશન આવ્યું હતું અને છેલ્લા એક માસથી નારેશ્વર આઉટ પોસ્ટમાં ઇન્ચાર્જ PSI તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
