Gujarat

વડોદરા નો રડાવી દે તવો બનાવ ! ડીલીવરી સમયે માતા અને બાળક બન્ને નુ દુખદ મોત થયું…પરિવારે ડોક્ટર પર

ઈશ્વર ક્યારે શું  કરે એ કોઈ નથી જાણતું. હાલમાં જ એક પરિવારના ખુશીનો અવસર માતમાં ફેરવાઈ ગયો. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરા શહેરના ઓર્થોપેડિક અને મેટરનિટી હોસ્પિટલમાં ડિલિવરી દરમિયાન માતા અને નવજાત બાળકનું દુઃખ નિધન થયું.

આ દુઃખ દાયી ઘટનાને કારણે પરિવારજનોએ હોસ્પિટલના તબીબોની નિષ્કાળજીથી માતા અને નવજાત બાળકનું મોત થયું હોવાનો આક્ષેપ મૂક્યો છે. પોલીસ તપાસમાં તબીબે પોતાના બચાવમાં જણાવ્યું છે કે, પરિવારે નોર્મલ ડિલિવરીની જીદ પકડી રાખતા માતા-બાળકનું મોત થયું છે.

વ્રજભૂમિ સોસાયટીમાં યુવરાજ વાઘેલા રહે છે અને ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પત્ની અનિતા બીજી વખત ગર્ભવતી બનતા એપ્રિલ-2022થી જડિયા મેટરનિટી હોસ્પિટલમાં કેસ કઢાવી રૂટિન ચેકઅપ કરાવતા હતા. 13 ડિસેમ્બરના રોજ તેઓને પેટમાં દુઃખાવો ઉપાડતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યાં અનીતાબહેનની નોર્મલ ડિલિવરી થઇ હતી. જે દરમિયાન બાળકનો શ્વાસ રૂંધાતા તબીબે તાત્કાલિક સિઝર કરવું પડશે તેમ જણાવીને પરિવાર પાસે સિઝર કરવાની પરવાનગી માંગી હતી. પરિવારે પરવાનગી આપતા જ ડિલિવરી શરૂ કરવામાં આવી હતી. આ દરમિયાન ગાયનેક તબીબ અને હાજર પીડિયાટ્રીશીયને બાળકને મૃત જાહેર કર્યો હતો અને માતાને ગર્ભાશયની કોથળી ફાટી ગઈ છે. જેની સારવાર ચાલુ હોવાનું જાણવી માતાની તબિયત સ્થિર હોવાની માહિતી પરિવારજનોને આપી હતી.

હોસ્પિટલમાં ICUમાં દાખલ કરવાનું તબીબ દંપતીએ જણાવ્યું હતું. જે બાદ જડિયા હોસ્પિટલના તબીબોએ જ નજીકની ICU ફેસિલિટીવાળી હોસ્પિટલમાં માતાને શિફ્ટ કર્યાં હતા. જ્યાં તેઓની હાલત વધુ કફોડી થતાં અન્ય એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ યુવરાજ વાઘેલાના પત્ની અનીતાબહેનનું મોત નિપજ્યું હતું.

પત્ની અને બાળક ગુમાવનાર પતિ યોગરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, પત્નીની ડિલિવરી કરાવતી વખતે જન્મેલા બાળકના શરીર ઉપર બ્લેડના નિશાન જણાઇ આવ્યા હતા. અમારી હોસ્પિટલ સામે કોઈ વળતરની અપેક્ષા નથી. પરંતુ, મારી જેમ કોઇને પત્ની અને બાળક ખોવાનો વખત ન આવે તે માટે હોસ્પિટલ સામે કડક કાર્યવાહી થવી જોઇએ. અમે જડિયા હોસ્પિટલના તબીબોએ આપેલા ગોળગોળ જવાબોને કારણે માંજલપુર પોલીસ મથકમાં અરજી આપી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!