Gujarat

વડોદરા નો રડાવી દે તેવો બનાવ ! પત્ની ને સાસરીયા મા મળવા જતા રસ્તા મા જ કાળ આંબી ગયો….

વડોદરા નો રડાવી દે તેવો બનાવ ! પત્ની ને સાસરીયા મા મળવા જતા રસ્તા મા જ કાળ આંબી ગયો.ગુજરાતમાં દિવસે ને દિવસે એવા અનેક બનાવો બની રહ્યા છે, જે ખૂબ જ દુઃખદાયક અને ચોંકાવી દેનાર હોય છે. ખાસ કરીને રોસ અકસ્માતનાં બનાવો વધુ જોવા મળે છે. ગઈકાલના રોજ એસટી બસ સાથે બાઇક અથડાતા એક યુવાનનું કમકમાટી ભર્યું મોત થયેલ. આ અકસ્માત એટલો ભયકંર હતો કે, આ દ્રશ્ય જોઈને કોઈને પણ આઘાત લાગી જાય. આ ઘટના વિશે આપણે વધુ માહિતગાર થઈએ કે, આખરે આ બનાવ બન્યો કંઈ રીતે?

સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે,
વડોદરા શહેરના અમીતનગરથી સમા તરફ જવાના માર્ગ પર
આ ઘટના બનેલી, જેમાં ST બસ ચાલકે બાઈક સવાર યુવકને અડફેટે લઈ લીધેલ જેના લીધે યુવકનું ઘટના સ્થળે જ નિધન થયેલું.જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જનાર બસ ચાલક અને કંડક્ટર સ્થળ છોડીને નાસી છૂટ્યા હતા.

અરેરાટીભર્યા આ બનાવ અંગે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મૃતક યુવકના લગ્ન 6 મહિના પહેલાં જ થયા હતા. આ યુવાન પોતાની પત્નીને મળવા સાસરે જતો હતો પરંતુ રસ્તા વચ્ચે આવો કાળ ઘટ્યો કે, પળભરમાં જ યુવાનનો જીવ ચાલ્યો ગયો. આ યુવાન વિશે વધુ માહિતી જાણીએ તો, આ જરોદ ગામ નજીક ગાંગાડીયા ગામે રહેતા 22 વર્ષીય જીતુભાઇ ચંદુભાઈ ઓડના 6 માસ પૂર્વે જ લગ્ન થયા હતા.

અમદાવાદથી ઉકાઇ જતી ST બસે જીતુભાઇ ઓડની બાઇકને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસના વ્હીલ નીચે આવી જતા જીતુભાઇ ઓડનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને કારણે પરિવારજનોમાં શોકમગ્ન લાગણી છવાઈ ગઈ છે. ખરેખર આ ઘટના પરથી દરેક વ્યક્તિએ ચેતી જવું જોઈએ કે, વાહન ચલાવતી વખતે સુરક્ષા અને સલામતી જરૂરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!