Gujarat

એક કુતરાનાં જીવનાં લિધે આ કારણે બે ભાઈબંધોનું થયું દુઃખ મોત, હકીકત જાણીને આંસુ આવી જશે..

હાલમાં જ વડોદરા શહેરમાં ખૂબ જ હદયસ્પર્શી અને દુઃખઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વડોદરા શહેરના નાગરવાડા આમલી ફળિયામાં રહેતો યશ ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનો વ્યવસાય કરતો હતો. તેમને પાદરા ખાતે ડેકોરેશન અને ઇવેન્ટ મેનેજમેન્ટનો કોન્ટ્રાક્ટ મળતા તેઓ આજે વહેલી સવારે તૈયારીઓ માટે કારમાં તેમના મિત્ર મિહિર તથા સુનિલ ત્રણેય મિત્રો કારમાં વહેલી સવારે ચાર વાગ્યાની આસપાસ પાદરા જઈ રહ્યા હતા. આ દરમિયાન જ એક દુઃખદ બનાવ બન્યો.

મળેલી માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, રસ્તામાં જતા કૂતરાને બચાવવા જતાં કાર પલટી ખાઈ ગઈ હતી. જેમાં કારમાં સવાર બે યુવાનને ગંભીર ઇજાઓ થવાથી મોત થયા હતા. આ બનાવને પગલે નાગરવાડા વિસ્તારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી અને પરિવારજનો અને મિત્રો સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. અને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગયેલી. વિધિના પણ કેવા લેખ કે એક જીવ બચાવવા બંને જીવ ચાલ્યા ગયા.

આ બનાવની જાણ મિત્ર વર્તુળ તથા સગા સંબંધીઓને થતા તેઓ સયાજી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને અકસ્માતની જાણ માંજલપુર પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ બનાવ સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખાતે ખસેડવામાં આવ્યા છે. ખરેખર આ બનાવ આકસ્મિક બની ગયો જો તેમને કુતરાનો જીવ ન બચાવ્યો હોત તો બંને આજે જીવિત હોત પરતું તેમને પોતાનો જીવ જોખમમાં મૂકીને કુતરાનો જીવ બચાવ્યો એ માનવતાનું મોટું ઉદાહરણ છે.

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!