વડોદરાની પટેલ યુવતીનુ કેદારનાથ ફરીને આવ્યા બાદ બ્રેન ડેડ થયુ ! પરીવારે અંગદાન નો નિર્ણય લઈને પાંચ લોકોને નવુ જીવન આપ્યુ…
હાલમાં અનેક શ્રદ્ધાળુઓ કેદારનાથના દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ દુઃખદાયી અને પ્રેરણાદાયક ઘટના બની છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે, વડોદરાની પટેલ યુવતીનુ કેદારનાથ ફરીને આવ્યા બાદ બ્રેન ડેડ થયું અને પરીવારે અંગદાન નો નિર્ણય લઈને પાંચ લોકોને નવુ જીવન આપ્યું. ખરેખર આ ઘટના ખૂબ જ સરહાનીય છે. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર જાણીએ છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં ચારધામની યાત્રા શરૂ છે, ત્યારે અનેક ગુજરાતીઓ પણ ચારધામની યાત્રા એ જઇ રહ્યા છે, ત્યારે વડોદરાની કોમલ પટેલ પણ મહાદેવનાં દર્શન કરવા કેદારનાથ ગઇ હતી અને પવિત્ર તીર્થસ્થાનના દર્શન તેના જીવનના અંતિમ દર્શન બની ગયા ખરેખર આ ખૂબ જ દુઃખદ બનાવ છે. વાત જાણે એમ છે કે, ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ તેમને ગંભીર માથાનો દુ:ખાવો શરૂ થયો તેમજ અચાનક આંચકીઓ આવવા લાગી હતી.

કોમલ પટેલને વધુ સારવાર માટે પારુલ સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમનું સેરેબ્રલ વેનસ થ્રોમ્બોસિસનું નિદાન કરવામાં આવ્યું હતું. સરવાર દરમિયાન તેને બ્રેઈન ડેડ થયું હોવાની પુષ્ટિ થઈ હતી. આ ઘટના બાદ પરિવારજનો એ અંગદાન કરવાનું નક્કી કર્યું અને પરિવારની સંમતિ બાદ તેનું હૃદય, લીવર, કિડની, આંખો અને વાળ જરૂરિયાતમંદ દર્દીઓને દાન કરવામાં આવ્યું હતું. જેથી પાંચ લોકોને નવજીવન મળ્યું છે.ઝાયડ્સ હોસ્પિટલ, અમદાવાદ અને ગ્લોબલ હોસ્પિટલ, મુંબઈના ડોક્ટરોની ટીમે 24 કલાકની અંદર અંગ પુનઃપ્રાપ્તિની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ અંગોના પરિવહનને ઝડપી બનાવવા માટે ગ્રીન કોરિડોર બનાવવામાં આવ્યો હતો.યુવતીનાં ભાઇ વિશાલ પટેલે કહ્યું કે, માતા અને બહેન કેદારનાથ ગયા હતા અને ત્યાંથી ઘરે પરત ફર્યા બાદ બહેન કોમલ પટેલે ખૂબ માથું દુ:ખતું હોવાની તથા અન્ય તકલીફોની ફરિયાદ કરી હતી. અને ત્યારબાદ તેને હોસ્પિટલ ખસેડાઈ હતી. તેમની સ્થિતિ સતત બગડી રહી હતી અને ત્યારબાદ અમે અંગદાન થકી અનેક લોકોને જીવન આપવાનું નક્કી કર્યું હતું અને આખરે આ યુવતીનાં કારણે લોકોને નવ જીવન મળ્યું.
