વડોદરા: પિતા એ જમીન વેચીને ઘર ખરીદ્યું ને પુત્રોએ ઘરે થી જ કાઢી મૂક્યા ! વૃદ્ધ એ મુખ્યમંત્રી પાસે આત્મહત્યાની મંજુરી માંગી
બાળકોના જન્મથી લઈને જ્યા સુધી તેઓ મોટા થઇને જીવનમાં કંઈક આગળના વધી જાય ત્યાં સુધી માતા-પિતા તનતોડ મેહનત કરતા હોય છે, પરંતુ હાલ ઘણા એવા સંતાનો સમાજમાં જોવા મળે છે જે પોતાના વૃદ્ધ માતા-પિતાનો ટેકો બનવાની જગ્યાએ તેઓને જ બેસહારા કરી દે છે, જેના લીધે અંતે માતા-પિતાને વૃધાશ્રમ કે બીજા કોઈ ગૃહનો સહારો લેવો પડતો હોય છે. શું આવું કરવા માટે જ સંતાનોને આટલા મોટા કર્યા અને ભણાવ્યા?તે સમયે દરેક વાલીના મનમાં આવો સવાલ ગુંજી ઉઠતો હોય છે.
હાલ આવો જ એક કિસ્સો ગુજરાત હાઇકોર્ટમાં સામે રજૂ થયો છે જેના વિશે જાણીને તમે પણ નિંદા કરશો.મૂળ વડોદરાના પાદદરા ના વતની અને હાલ અમદાવદના નિકોલ વિસ્તારમાં પોતાના પુત્રો સાથે રહેતા આ લાચાર પિતાનો આ કિસ્સો છે, જેમાં સંતાનોએ પોતાના પિતાનો ગઢપણનો ટેકો બનવાએ બદલે તેઓને જ ઘરમાંથી બહાર કાઢી મુક્યા હતા. હવે વૃદ્ધ પિતાને બે પુત્ર કે પુત્રી ત્રણેયમાંથી કોઈ સાથે રાખવા માટે તૈયાર નથી.આ વાતને ધ્યાનમ્ર રાખતા કલેકટરે ‘માતાપિતા અને વરિષ્ઠ નાગરિકોના ભરપોષણ કાયદા’ હેઠળ દર મહિને પિતાને માસિક 10 હજાર રૂપિયા ભરણપોષણ પેટે આપવાનો આદેશ પુત્રોને કર્યો હતો.
આ આદેશ પુત્રો સંમત ન થતા તેઓએ આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો જ્યા કેસની સુનવણી દરમિયાન હાઇકોર્ટના માનનીય જજશ્રી જસ્ટિસ બીરેન વૈષ્ણવે કોર્ટમાં પુત્રોની ટકોર કરતા જણાવ્યું હતું કે ,’તમે તમારા પિતાથી દૂર કેમ ભાગો છો, છેવટે તો તમારા પિતા જ છેને.’ નવગુજરાત સમયના એહવાલ મુજબ સામે આવ્યું છે કે કોર્ટમાં ગામઠી કપડા પેહરીને આવેલ લાચાર પિતાએ પોતાનું રજુઆતમાં કહ્યું કે ,’મેં તો આત્મહત્યા કરવાની મંજૂરી આપવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો.હવે તો કઈં સહન નથી થતું.’
આવી રજુઆત સાંભળીને કોર્ટમાં હાજર સૌ ભાવુક થયા હતા, એવામાં હાઈર્કોર્ટે આ કેસની સંવેદનાશીલતાને ધ્યાનમાં રાખીને આ કેસને મધ્યસ્થી ઉકેલવાની સલાહ આપી હતી. આ કેસને હાલ તો હાઇકોર્ટ મિડિયેશન સેન્ટરમાં મેકલી દેવામાં આવ્યો છે અને એવો આદેશ આપવામાં આવ્યો કે જો આ કેસનો ઉકેલ નહીં આવે તો ચુકાદો હાઇકોર્ટ આપશે. કેસ વિશે વાત કરીએ તો અમદાવાદના નિકોલમાં આ પિતાએ પોતાની જમીન વેચનીને મકાન લીધું હતું જેમાં તેઓ પોતાના સંતાનો સાથે રહેતા, જયારે વૃધાની પત્નીનું થોડા વર્ષો પેહલા જ નિધન થયું હતું.
એવામાં અજાણતા જ પુત્રોએ આ મકાન પોતાના નામે કરાવી નાખતા પિતાએ આ અંગે સવાલ કર્યા તો તેઓને ધાકધમકી મળી અને ઘરમાંથી કાઢી મુકવામાં આવ્યા,એટલું જ નહીં વરિષ્ઠ નાગરિકોના ભરપોષણના કાયદા અનુસાર ભરપોષણ માટે એક રૂપિયો પણ ન આપ્યો. આવું થતા પિતા સાવ લાચાર બન્યા હતા. લાચાર પિતાએ આ અંગેની અરજી કલેકટર સમક્ષ કરતા ખુદ કલેકટરે આ કાયદા હેઠળ 10 હજાર રૂપિયા ભરણપોષણ અને દવા સારવાર પેટે આપવા પુત્રોને આદેશ કર્યો જેનાથી અસમંત પુત્રોએ હાઇકોર્ટમાં પડકાર્યો.
આ લાચાર અને વૃદ્ધ પિતાનો કેસ લડી રહેલ અતીત ઠાકોરે જણાવ્યું કે “વૃદ્ધ પિતાને કોઈ રાખવા તૈયાર નથી. તેઓ મંદિરમાં જમે છે અને ગમે ત્યાં રહીને જીવન ગુજારી રહ્યા છે.” આ અંગે વૃદ્ધ પિતાએ જણાવ્યું કે “હવે હું આજની તારીખમાં ક્યાં જાઉં? મને તો અહીં આવવાની ના પાડી છે. મારી જોડે ટિકિટના રૂપિયા પણ નથી. કાલે મને 250 રૂપિયા આપ્યા તો હું અહીં આવી શક્યો છું. ખાવાપીવાના રૂપિયા આપે મને પણ ટિકિટના પૈસા ક્યાંથી લાવું? મારી દવાની ફાઈલ છે પણ ડૉક્ટરને તપાસવાના પણ રૂપિયા આપવા પડેને. એ ક્યાંથી આપું? મારાથી મજૂરી થતી નથી છતાં છેલ્લા ચાર મહિનાથી કરું છું.”
આ દલીલનો વળતો જવાબ આપતા પુત્રોએ કહ્યું કે “અમે તો તેમને રાખવા માટે તૈયાર છીએ પરંતુ તેઓ જ ના પાડે છે, એમાં અમે શું કરીએ.” જે બાદ પિતાએ પોતાની વાત જણાવતા કહ્યું કે “મેં આખી જિંદગી ત્રણેયમાંથી એકેયની પાસેથી એક રૂપિયો પણ લીધો નથી. મેં જમીન વેચીને 30 લાખ રૂપિયા આપ્યા છે તેમ છતાં મારી સાથે છળકપટ કેમ કર્યું? કલેક્ટરનો આદેશ પણ તેઓ માનતા નથી. મેં મુખ્યમંત્રીને પણ પત્ર લખીને રજૂઆત કરી હતી કે, હવે મને ન્યાય આપો કાં તો આત્મહત્યા કરવા દો. હવે હું કંઈ સાંભળી કે બોલી શકતો નથી.”