Gujarat

વડોદરા મા યોજાશે અનોખા લગ્ન જેમા કોઈ વરરાજા નહી હોય છતા ફેરા ફરાશે અને હનીમુન પણ…

જગતમાં તમે અનેક પ્રકારના લગ્ન જોયા હશે પરંતુ હાલમાં એક ખૂબ જ અનોખા લગ્ન વિશે ચર્ચા થઈ રહી છે. જે વ્યક્તિ જન્મ લે છે, તેના જીવનમાં લગ્ન જીવન એ એક જીવનની શરૂઆત છે અને આ શરૂઆત જ જીવનનો અંતિમ પડાવ છે. ખરેખર ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે જે લગ્ન નાં કરવા ઇચ્છતું હોય. આજે આપણે એક એવી જ છોકરી વિશે વાત કરવાની છે જે પોતાની જાત સાથે જ પરણવાની છે. આ સાંભળીને તમને અજુકતું જરૂર લાગશે પરંતુ આ ખરેખર સત્ય છે.

વડોદરા શહેરની 24 વર્ષની ક્ષમા બિંદુ આગામી 11 જૂને લગ્ન કરવા જઇ રહી છે, આ લગ્ન રીતિ-વાજ અને ફેરાથી લઈને ભારતીય પરંપરા પ્રમાણે જ થશે, પરંતુ એમાં બસ વરરાજા નહીં હોય. આ લગ્ન ગુજરાતના પહેલા આત્મ-વિવાહ કહેવામાં આવી રહ્યા છે. આમ પણ આ લગ્નમાં કંઈ ખોટું તો નથી જ! લગ્ન જીવન એક માત્ર ને વ્યક્તિઓનું મિલન નથી પરંતુ જીવનભરનો સાથ રહેવા માટેનું આ બંધન છે. બે આત્માઓની સાથે ને પરિવારનો સંબંધ પણ બંધાય છે.

આ લગ્ન જીવનમાં જીવભર પોતાના સાથીદાર સાથે રહેવું એ પણ એક મોટી જવાબદારી છે, એવામાં ઘણા લોકો હોય છે જેમને એકલવાયું જીવન જીવવું ગમતું હોય છે. આ યુવતી પણ ક્યારેય લગ્ન કરવા ઇચ્છતી નાં હતી પણ તે દુલ્હન બનવા માગતી હતી, જેથી પોતાની જાત સાથે જ લગ્ન કરવાનો નિર્ણય કર્યો. કદાચ હું આપણા દેશમાં સેલ્ફ લવનું એક ઉદાહરણ પૂરું પાડવાવાળી પહેલી છોકરી છું.

આ યુવતી પ્રાઇવેટ ફર્મમાં નોકરી કરે છે અને તેને નાનપણમાં જ મને વિચાર આવ્યો હતો હતો કે મારી પોતાની સાથે જ લગ્ન કરવા છે, જેને તે પ્રેમ કરે છે. હું પોતાને જ પ્રેમ કરું છું, જેથી તે આત્મ-વિવાહ કરવા જઇ રહી છે અને આ લગ્નમાં તેમના મિત્રો, સંબંધીઓ અને સહકર્મી સાથે રહેશે. માતા-પિતા વીડિયો કોલિંગથી હાજર રહેશે, પણ વરરાજા નહીં હોય,તે જાતે જ સિંદૂર લગાવશે અને એકલી જ ફેર લેશે.

વેબસિરીઝ જોઇને પોતાની સાથે લગ્ન કરવાની પ્રેરણા મળી હતી. ભવિષ્યમાં તે બાળક એડોપ્ટ કરશે અને તે ન થયું તો NGOમાં બાળકો માટે કામ કરશે.ક્ષમા બિંદુના માતા-પિતા પણ પોતાની દીકરીના આ નિર્ણયથી ખુશ છે. તેમને આ લગ્નને આશીર્વાદ પણ આપ્યા છે. ક્ષમાએ પોતાની માટે ગોત્રી વિસ્તારમાં આવેલા એક મંદિરમાં 5 બાધા પણ રાખી છે. લગ્ન પછી ક્ષમા હનિમૂન માટે ગોવાને પસંદ કર્યું છે, ત્યાં તે બે અઠવાડિયાં સુધી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!