રાજ્ય મા વધુ એક ચકચારી ઘટના ! પીયર મા આવેલી મહિલા ને છાતી ના ભાગે ચાકુ મારી કરપીણ હત્યા કરાઈ
ગુજરાત રાજ્યમાં એક ચકચારી ઘટનાનબની ! પીયર મા આવેલી મહિલા ને છાતી ના ભાગે ચાકુ મારી કરપીણ હત્યા કરવામાં આવી. ખરેખર દિવસે ને દિવસે હવે ગુજરાત પણ દિલ્હી અને ઉત્તર પ્રદેશ બની રહ્યું છે. જ્યાં રોજ હત્યાઓના બનાવો બની રહ્યા છે. હજુ તો ગ્રીષ્મા હત્યા કેસનો કોઈ ઉકેલ નથી આવ્યો ત્યાં અનેક એવા હત્યાનાં બનાવો બની રહ્યા છે, જે ગુજરાત રાજ્ય માટે શરમજનક વાત કહેવાય.
ગુજરાતની સંસ્કારી નગરી તરીકે વિખ્યાત વડોદરા શહેરમાં આ ક્રૂર હત્યાનો બનાવ બન્યો છે. હાલમાં જ સૂત્ર દ્વારા મળેલી વીગતો મુજબ જાણવા મળ્યું છે કે, વડોદરાના કારેલીબાગ મહિલા પોલીસ સ્ટેશનની સામે જ હત્યાની ઘટના બની છે.હવે વિચાર કરો કે, જો પોલીસ સ્ટેશન જેવી જગ્યા એ હત્યા થતી હોય તો શહેરમાં બીજ સ્થાનોમાં તો કેવા કેવા ગુન્હાઓ થતા હશે? આ ઘટના કંઈ રીતે બની અને ક્યાં કારણે યુવતીની હત્યા કરવામાં આવી તે અંગે તમામ વિગતો જાણીએ.
વાત જાણે એમ છે કે,પિયરે આવેલી યુવતી સાથે પાડોશમાં રહેતી મહિલાએ ઝગડો થયો હતો. આ ઝગડા દરમિયાન જ મહિલા એ યુવતીને છાતીના ભાગે ચાકૂના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.આ ઘટનાની જાણ થતાં જ પોલીસ હત્યારણ મહિલાની ધરપકડ કરે તે પહેલાં તે હોસ્પિટલમાંથી ભાગી ગઈ હતી.કારેલીબાગ ભૂતડીઝાપા વિસ્તારમાં હચમચી ગયો છે.
હિલા પોલીસ સ્ટેશન સામે મણીયાર મહોલ્લામાં સમી સાજે બે પાડોશી મહિલા વચ્ચે આ બનાવ બન્યો હતો.22 વર્ષીય નિનાજબાનું સલમાન શેખ નામની પરિણીતા આજે રાજપારડી તેની સાસરીમાંથી વડોદરાના મહિલા પોલીસ સ્ટેશન સામે આવેલા મણિયાર મહોલ્લામાં તેના ઘરે પિયરમાં આવી હતી. જ્યાં પાડોશમાં રહેતી સબીના સાથે નિનાજબાનુંને બોલાચાલી થઇ હતી જેમાંથી આવી ગંભીર ઘટના સર્જાયુ ગઈ.આ ઘટના થી મૃતક નાં પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.