વડોદરા મા ગાય ના શિંગડા થી વિધાર્થી ની આંખ ફુટી ! સમગ્ર ઘટના સીસીટીવી મા કેદ.
ખરેખર જાહેર રોડ રસ્તાઓ પર રખડતા ઢોરના લીધે અનેક પ્રકારના ગંભીર અકસ્માત થાય છે. ત્યારે હાલમાં જ એક ખૂબ જ કરુણદાયક અને મહાનગર પાલિકા સામે ખૂબ જ ચેતવણી સમાન કિસ્સો છે, કારણ કે જો સમયસર યોગ્ય પગલાંઓ નાં લેવામાં આવે તો અનેક લોકોના જીવ પણ જઇ શકે છે. સોશિયલ મીડિયામાં રખડતા પશુઓનાં લીધેલ બનેલા ગંભીર બનાવોની ઘટનાઓ વાયરલ થતી જ હોય છે, ત્યારે હાલમાં જ વડોદરા શહેરનાં ધોળે દિવસે જાહેર રસ્તા પર એક ગાયએ તરુણને શિંગડું મારી દેતા તેની આંખ ફૂટી ગયેલ.
આ ઘટના અંગે વધુ વિસ્તુત માહિતી જાણીએ. હાલમાં સોશિયલ મીડિયા પર આ કરુણદાયક ઘટના અંગેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે કારણ કે, આ સંપૂર્ણ ઘટના સી.સી.ટી. વી.માં કેદ થઈ હતી. મીડિયા ધ્વારા જાણવા મળ્યું હતું કે, બુધવારે સાંજે વાઘોડિયા રોડ પર મોપેડ લઈ જઈ રહેલા પોલિટેક્નિકના વિદ્યાર્થી હેનીલને ગાયે ભેટી મારતાં શિંગડું આંખમાં વાગ્યું હતું. એમાં તેની આંખ ફૂટી ગઈ હતી.
આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઇ ગઇ હતી. આ ઘટનાને કારણે વિધાર્થીનું જીવન તો બરબાદ થઈ ગયું, હવે તેના માટે જવાબદાર કોણ? માતા પિતા એ રડતા રડતા કોપરેશન ની લાપરવાહીને જવાબદાર ઠરાવી છે.15 દિવસમાં જ રખડતા ઢોરના ત્રાસને દૂર કરવાની જાહેરાત અને યુદ્ધના ધોરણે કરેલી કામગીરી બાદ પણ હજી રસ્તા પર ઢોર ફરી જ રહ્યા છે.
વિદ્યાર્થી હેનીલ પટેલે જણાવ્યું હતું કે હું ફરસાણ લઇને ઘરે જઇ રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ ગાયને પથ્થર માર્યો હતો, જેથી ગાય ભાગતાં તેનું શિંગડું મારી આંખ અને મોઢા પર વાગ્યું હતું. એક અજાણી વ્યક્તિ મને હોસ્પિટલમાં લઇ ગઇ હતી. વિદ્યાર્થીની માતા ભાવનાબેન પટેલે રડતાં રડતાં જણાવ્યું હતું કે હું બહુ દુઃખી છું કે મારા પુત્રને એક આંખ ગુમાવવાનો વારો આવ્યો છે. કોર્પોરેશને આ મામલે કાર્યવાહી કરવી જોઇએ. રખડતાં ઢોરોને પકડવા જોઇએ અને રોડ પર રખડતાં ઢોર બંધ કરાવવા જોઇએ. જેથી કરીને મારી જેમ બીજા કોઇના પુત્રને આંખ ન ગુમાવવી પડે.
