હે ભગવાન! વડોદરા મા હસતા ખેલતા પરીવારે સામુહિક આપઘાત કરી લીધો ! દિવાલ પર સ્યૂસાઇડ નોટ મા લખ્યુ કે ” sorry ma
ગુજરાતમાં દિવસેને દિવસે આત્મહત્યાના એવા બનાવો સામે આવી રહ્યા છે કે, આ જાણીને તમારું હૈયું કંપી જાય. ગઈકાલના રોજ એક પિતાએ પોતાના પુત્રને ગળોફાંસો આપીને પોતે પણ આત્મહત્યા કરી કરી લીધી અને આવું કરવા પાછળનું કારણ મૃતક વ્યક્ત્તિની પત્ની ખુબ જ માનસિક ત્રાસ આપી રહી હતી, જેથી કરીને પોતાનું જીવન ટૂંકાવી દીધું. આવો જ એક બનાવ આજ રોજ બન્યો છે. વડોદરાના એક વ્યક્તિએ પહેલા પત્ની અને પુત્રનું ઓશીકાથી મોઢું દબાવી હત્યા કરી, પછી પોતે ગળેફાંસો ખાઈએ જીવન ટૂંકાવી લીધું.
આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ તો મીડિયા દ્વારા મળેલા અહેવાલો મુજબ દર્શનમ ઉપવન ડુપ્લેક્સના મકાન નં-A-3, 102માં રહેતા પ્રિતેશભાઈ પ્રતાપભાઈ મિસ્ત્રી શેરબજારનું કામ કરતા હતા અને 7 વર્ષના પુત્ર અને પત્ની સાથે અહીં રહેતા હતા. બનાવ એવો બન્યો હતો કે, આજે સવારે પ્રિતેશભાઈ, તેમના પત્ની સ્નેહાબેન પ્રિતેશભાઈ મિસ્ત્રીઅને પુત્ર હર્ષિલ પ્રિતેશભાઈ મિસ્ત્રીમાં ઘરમાંથી મૃતદેહો મળ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પહોંચી ગયા હતા અને પોલીસ પણ દોડી ગઈ હતી.
મૃતક વ્યક્તિ પ્રિતેશભાઈના માતાએ જણાવેલ કે, ગઈકાલે રાત્રે મને મેસેજ કર્યો હતો કે આવતીકાલે સવારે ઘરે આવજો, જમવા જવાનું છે. સવારે જ્યારે ઘરે ગયાં ત્યારે પ્રિતેશભાઈ ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા અને તેમનાં પત્ની અને પુત્રના મૃતદેહો પલંગ ઉપર પડ્યા હતા. ત્રણેયના મૃતદેહો જોઈને પ્રિતેશભાઈના માતા તેઓ હેબતાઈ ગયા હતા અને આ ઘટના અંગે જાણ થતા પોલીસને કરતા વધુ તપાસ હાથ ધરી હતી,
જે રૂમમાં મૃતદેહો મળી આવ્યા એ રૂમની દીવાલમાં પ્રીતેશ ભાઈ આ બનાવનું કારણ જણાવ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘Sorry maa’. દેવું વધી ગયું છે, હવે કોઈ ઓપ્શન જ નથી મેઈન રીઝન ઓન્લી ફાઇનાન્શિયલ સિચ્યુએશન છે. બહુ દેવું વધી ગયું છે. હવે કોઈ ઓપ્શન જ નથી રહ્યો અમારી જોડે. 6-7 યરથી અમે અલગ રહ્યાં છે, એટલે અમારી ફાઇનાન્શિયલ સિચ્યુએશન અમારી સાથે એન્ડ થઈ જશે.આ અમે અમારી મરજીથી પગલું ભર્યું છે. અમારી સુસાઇડ નોટ અમારા મોબાઇલમાં છે. પોલીસ કમિશનર સરને રિકવેસ્ટ છે, અમારા ફેમિલી મેમ્બર્સને હેરાન કરવા નહીં. આ અમે અમારી મરજીથી કર્યું છે.
આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે, પ્રિતેશભાઈએ તાજેતરમાં જ ક્રેટ કાર ખરીદી હતી. પ્રિતેશભાઈના પિતાનુ ઘણા સમય પહેલા મૃત્યું થયું હતું. હાલ તેમના પરિવારમાં માતા શીલાબેન અને બહેન પ્રિયા છે. તેઓ છેલ્લા 6થી 7 પરિવારથી અલગ ભાડાના મકાનમાં રહેતા હતા.પ્રિતેશભાઈએ બેંકોમાંથી લોન લીધી હતી અને ખૂબ જ દેવુ થઈ ગયું હતું અને આજ કારણે આવું કરુણ દાયક પગલું ભર્યું હતું. ખરેખર આ ઘટના અત્યંત હૈયું કંપાવી દેનાર છે.