વડોદરા : લગ્ન ના છ વર્ષ બાદ પત્ની ને ખબર પડી કે તેનો પતિ પુરુષ નહી પણ…
દિલ્હીના શખ્સે વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યાં, ખબર પડતાં પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ. આ ઘટનામાં બન્યું એવું કે, છ વર્ષ પતિ એ પત્ની સાથે સંબંધ ના બાંધ્યા બાદ આખરે એવી હકીકત સામે આવી કે પતિ પુરુષ નહી પણ સ્ત્રી હતી. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે આખરે આ બનાવ શું છે.
મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, વડોદરાના જુના પાદરા રોડ વિસ્તારમાં રહેતી યુવતીએ પ્રથમ પતિના મૃત્યુ બાદ લગ્નની સાઇટ દ્વારા દિલ્હીનાં ડોકટર સાથે લગ્ન કર્યાં હતું. લગ્નના છ વર્ષ સુધી બધુ બરોબર ચાલ્યું પરંતુ આખરે પતિ શારીરિક સંબંધ બાંધતો ન હોવાથી પત્નીને હકીકત સામે આવી કે તેનો પતિ પૂરૂષ નહીં પરંતુ, સેક્સ ચેન્જ કરાવીને સ્ત્રીમાંથી પુરૂષ બનનાર હકીકતમાં સ્ત્રી જ છે. આ યુવતી પુરૂષ સમજીને લગ્ન કરી લીધા હતા. આ વાતની જાણ થતાં જ યુવતીએ વડોદરા ગોત્રી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવનાર યુવતીએ ફરિયાદમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, સ્ત્રીમાંથી પુરૂષ બનીને પતિ બનેલો વ્યક્તિ કેન્દ્રીય આરોગ્ય મંત્રીનો સાવકો પુત્ર હોવાની ઓળખ આપી ધમકી આપતો હતો. પોલીસે ફરિયાદના આધારે આરોપીને ધરપકડ માટે એક ટીમ દિલ્હી રવાના કરી છે.
યુવતીના ભૂતકાળ પર એક નજર કરીએ તો તેના પતિનું કાર અકસ્માતમાં મૃત્યુ થયા બાદ તે પોતાના પ્રથમ પતિ થકી થયેલી દીકરી સાથે પિયરમાં રહરીતે હતી અને તેને બીજા લગ્ન કરવા માટે લગ્નની સાઇટ ઉપર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઓનલાઈન સાઇટ પર ડો. વિરાજ હર્ષ બર્ધન સાથે થયો અને બંનેએ લગ્ન કરી લીધા અને યુવતી દિલ્હી પતિના ઘરે ગઇ હતી.
સાસરે ગયા પછી કવિતા સાથે તેનો પતિ વિરાજે અનેક વર્ષો સુધી ગુપ્ત બિમારીના કારણે સંબંધ બાંધ્યા ન હતા. પછી ઓપરેશન કરાવીને તબિબ પતિએ મહિલા સાથે વિકૃતિની તમામ હદ પાર કરી નાખી હતી.પોતે કેન્દ્રિય મંત્રીનો ગેરકાયદે સંતાન હોવાની ઓળખ આપતો હતો. વાસ્તવમાં વિરાજ વિરાજભાઇ નહીં પરંતુ, વિજેતાબહેન છે. તેણે પોતાનું ગર્ભાશય કઢાવીને ગુપ્તાંગ ઇમ્પ્લાન્ટ કરાવ્યું છે અને સ્ત્રીમાંથી પુરૂષ બન્યો છે
વિરાજે તેના પરિવારની કોઇ હકીકત કહી ન હતી. હકીકતમાં તેની બે માતા હતી. પછી વિરાજે મારી સાથે ફોન પર ખોટા ખોટા શક કરવાનું શરૂ કર્યું હતું. તેના આ વર્તનના કારણે મારા પિતાએ તેની સાથે સંબંધ માટે ના પાડી દીધી હતી. આખરે વર્ષ વર્ષ-2014માં વડોદરામાં અમારા લગ્ન થયા હતા. લગ્નમાં વિરાજની સાવકી માતા, સગી માતા, બે સાવકી બહેનો, લગ્નમાં હાજર રહ્યા હતા.આ અંગે મેં દિલ્હી પોલીસને જાણ કરી હતી. બાદમાં મને જાણવા મળ્યું કે, વિરાજના લગ્ન મારા સિવાય કોઇ અર્ચના સાથે થયા છે. તેણે મારી સાથે અરેન્જ મેરેજ કરીને છેતરપિંડી કરી છે.યુવતીની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોપીઓની ધરપકડ માટે એક ટીમ દિલ્હી રવાના કરવામાં આવી છે.