વડોદરા મા ખેલાયો ખુની ખેલ ! 12 લોકો થઇ ને નિતેશ રાજપૂત નામ ના યુવાન ની હત્યા …હત્યા કરનાર…
હાલ ના સમયમાં ગુજરાતના મોટા શહેરોમાં ગુનાહિત પ્રવૃત્તિઓનુ પ્રમાણ સતત વધી રહ્યું છે ચોરી લુંટ હત્યા જેવા બનાવો સતત વધી રહ્યા છે ત્યારે ફરી વડોદરામાં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક યુવાનનું 12 થી 13 લોકો દ્વારા હુમલો કરીને એક યુવાનનુ મોત નિપજવામાં આવ્યું છે.
ઘટના અંગે વિગતે વાત કરીએ તો વડોદરા શહેર ના ડભોઇ રોડ પર સોમા તળાવ બ્રિજ નીચે 10થી 12 લોકોના ટોળાએ 23 વર્ષના નિતેશ રાજપૂત નામના યુવાનને ઘેરીને ઘાતકી હત્યા કરી નાંખી છે. આ ઘટના નો ભોગ બનનાર નિતેશ રાજપૂત વિજય નગર ઝૂંપડપટ્ટી, રેલવે લાઈન પાછળ, દંતેશ્વરનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. વાડી પોલીસે યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો. મૃતકના ભાઈ હિતેશ રાજપૂતની ફરિયાદના આધારે વાડી પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે મૃતક નિતેશ રાજપૂતના ભાઈએ પોલીસને જણાવ્યુ હતું કે, દંતેશ્વર વિસ્તારમાં દાઢી નામનો એક શખ્સ છે, જેની પાસે ત્રણ-ચાર છોકરા છે. દાઢીએ જ આખું કાવતરું કરીને હત્યા કરી હોવાની અમને શંકા છે. મૃતક નિતેશ રાજપૂતના પરિવારજનોએ જણાવ્યું હતું કે, હુમલાખોરો 10થી 12 જણા હતા. હુમલો કરનારાઓની પ્રવૃત્તિ ચોરી કરવાની છે.
દરેક હુમલાખોરો પાસે કોઈને કોઈ હથિયાર હતું. કોઈની પાસે ચાકૂ તો કોઈની પાસે ધારિયું તો કોઇની પાસે દાતરડું હતું. નિતેશને મારી નાખવા બધાં હથિયારો સાથે આવ્યાં હતાં. નિતેશ એકલો હતો એટલે હુમલાખોરોનો મુકાબલો કરી શક્યો ન હતો. જ્યારે સારવાર માટે હોસ્પિટલ ખસેડવા મા આવ્યો હતો જ્યા તબીબોના જણાવ્યા પ્રમાણે, યુવકના છાતીના ભાગે તીક્ષ્ણ હથિયારથી 3 ઘા, કપાળમાં 1 ઊંડો ઘા અને પેટના ભાગે 2 ઘા મારવામાં આવ્યા હતા. ઘા ખૂબ જ ઊંડા હોવાનું પ્રાથમિક તબક્કે સામે આવ્યું છે.
