વડોદરા : એવુ તો શુ થયું હતુ કે 5 વર્ષ પહેલા ગાયબ થયેલી પરિણીતાને CID પણ ના શોધી શકી ! હવે શોધવા CID એ આટલુ ઈનામ જાહેર કર્યુ..
મહિલાને શોધવા પોલીસે જમીન પાતાળ એક કર્યા છતાં ગુમ થયેલા મહિલાની કોઈ ભાળ મળી નથી. આ માટે તેમના પતિનો પણ નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હવે CID ક્રાઈમે મહિલાને શોધી આપનારાને મોટું ઈનામ આપવાની જાહેરાત કરી છે. મહિલાને શોધવા ગુમ થયેલા વ્યક્તિઓ મળ્યા હોય તે કેસોની પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ સિવાય રેલવે, બસ સ્ટેન્ડ અને ઈમિગ્રેશનમાં પણ મહિલાની તપાસ કરવામાં આવી હતી પરંતુ તેમનો કોઈ પત્તો મળ્યો નથી.
આ ઘટના અંગે વિગતવાર જાણીએ તો મૂળ નડિયાદના ભ્રાંતિ વકીલના લગ્ન વડોદરામાં સહેતા સચિન વકીલ સાથે થયા હતા. ગુમ થયા ત્યારે તેમની ઉંમર 36 વર્ષનાં હતા. હવે CID ક્રાઈમ દ્વારા તેમને શોધી કાઢનારને 25,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે. ભ્રાંતિ વકીલને સંતાનમાં એક દીકરો પણ છે અને તેઓ તારીખ 26 જુલાઈ 2017ના રોજ બપોરે 4 વાગ્યે પોતાના ઘરેથી એક્ટિવા લઈને ઈસ્કોન મંદિર પાસે આવેલા કમ્પ્યુટર ક્લાસમાં રોજની જેમ જ ગયા હતા, તેઓ ક્લાસની બહાર વાહન પાર્ક કરતા પણ નજરે પડ્યા હતા. પરંતુ તે પછી તેઓ સાંજે 6 વાગ્યે ઘરે પરત આવ્યા નહોતા.
પોતાની દીકરી ના મળતા ભ્રાંતિના પિતાએ હેબિયસ કોર્પસ દાખલ કરી હતી, અને જે બાદ આ કેસની તપાસ CIDને સોંપવામાં આવી હતી. જોકે, CIDને પણ ભ્રાંતિની ભાળ આજદિન સુધી મળી નથી. હવે તેમને શોધવા માટે ઈનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. જો કોઈને ભ્રાંતિ વિશે માહિતી મળે તો તે અંગેની જાણ નર્મદા ભવનના 8માં માળે આવેલી CID ક્રાઈમની ઓફિસમાં કરવાની રહેશે.