અમદાવાદમાં જાણીતી ચા બ્રાન્ડ વાઘ-બકરી ચાના એકઝિક્યૂટીવ ડિરેક્ટરનું થયું દુઃખદ નિધન!! મોર્નિંગ વોક દરમિયાન આ ઘટના ઘટી..
વર્તમાન સમયની અંદર તમને ખબર જ હશે કે હાર્ટઅટેક આવવાના કિસ્સોઓ કેટલા બધા વધી ગયા છે, રાજ્યમાં રોજનો એક એવો તો બનાવ આવે જ છે જેમાં કોઈ વ્યક્તિનું હાર્ટઅટેકને લીધે મૃત્યુ થતું હોય છે. હાર્ટઅટેક સિવાય પણ રખડતા ઢોર તથા શ્વાનોના લીધે થતી મૃત્યુની સંખ્યા પણ ધીરે ધીરે કરતા વધીતિ જ જઈ રહી છે, એવામાં અમદાવાદ શહેરમાંથી એક ખુબ જ દુઃખના સમાચાર આવ્યા છે.
જાણીતી વાઘ બકરી ચાના એકઝિક્યુટીવ ડાયરેક્ટર એવા પરાગ દેસાઈનું 22 ઓક્ટોબર એટલે કંઈ રવિવારના રોજ સારવાર દરમિયાન નિધન થવા પામ્યું છે, તમને જણાવી દઈએ કે થોડા દિવસો પેહલા મોર્નિંગ વોક પર નીકળેલ પરાગ દેસાઈ રસ્તા પર પડ્યા હતા જેને લઈને તેઓના માથાના ભાગમાં ગંભીર ઇજા થતા તેઓને તરત જ હોસ્પીટલ સારવાર અર્થે ખસેડી દેવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેઓને મૃત ઘોષિત કરતા દેસાઈ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સમાચાર અનુસાર સામે આવ્યું છે કે 15 ઓક્ટોબરના રોજ જયારે પરાગ દેસાઈ સવારના સમયે ઇસ્કોન-આંબલી રોડ નજીક ચાલવા માટે નીકળ્યા હતા જ્યાં અચાનક જ તેઓની પાછળ રખડતા શ્વાન દોડતા પરાગ દેસાઈ પણ દોડવા લાગ્યા હતા એવામાં દોડતા દોડતા જ તેઓ નીચે પડી જતા તેઓના માથાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જે બાદ તેઓને શહેરની શેલબી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જે બાદ તેઓને ઝાયડ્સ હોસ્પીટલ ખાતે શિફ્ટ કરી દેવામાં આવ્યા હતા.
ઝાઈડ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલ પરાગભાઈ દેસાઈ વેન્ટિલેટર પર હતા જે બાદ 22 ઓક્ટોબર એટલે રવિવારના રોજ તેઓને મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા. પરાગ દેસાઈનું નિધન થતા આખા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું જયારે જે બાદ તેઓની સોમવારને રોહ અંતિમયાત્રા કાઢવામાં આવી હતી. વાઘ બકરી ચાની બ્રાન્ડને ઉંચી લાવવામાં પરાગભાઈ દેસાઈનો ખુબ મોટો ફાળો રહ્યો હતો.વિદેશમાં એમબીએ નો અભ્યાસ કરીને તેઓ 1995 માં આ બિઝનેસમાં જોડાયા હતા. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. ૐ શાંતિ.