લોક ગાયિકા વૈશાલી બલસારા ના મોત મામલે ચોંકાવનારો ખુલાસો ! પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સામે આવ્યુ કે વૈશાલી ની…
આજ રોજ- એક દુઃખદ ઘટના બની હતી. આપણે સૌ કોઈ જાણીએ છે કે મીડિયા દ્વારા જાણવા મળ્યું હતું કે, વલસાડની પ્રખ્યાત સિંગર વૈશાળીની દી પાસે અવારું જગ્યાએથી કારમાં લાશ મળી આવી હતી. આ ઘટનાને લઈને પોલિસે ચોંકાવનાર વાત કહી હતી કે, આ હત્યા હોય શકે છે. ત્યારે વૈશાલીના મોત અંગે ચોંકાવનાર ખુલાસો આવ્યો છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.
કલાકાર વૈશાલી બલસારાની લાશ મળી આવતા જ તાત્કાલિક લસાડની પારડી પોલીસે લાશનો કબ્જો મેળવી તપાસ હાથ ધરી હતી. આજે સુરત ફોરેન્સિક PM કરાવવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક રિપોર્ટમાં ગળે ટુંપો દઈને હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. પારડી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વૈશાલી બલસારાના પિયર પક્ષના સભ્યોની ફરિયાદ લેવાની તજવીજ પણ હાથ ધરવામાં આવી છે.
પારડી પોલીસે FSLના પોસ્ટમોર્ટમના પ્રાયમરી રિપોર્ટના આધારે હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. વૈશાલીના તમામ મિત્રો અને પરિવારના સભ્યોના નિવેદન નોંધવાની પણ પોલીસે તજવીજ હાથ ધરી છે. પોલીસે વલસાડથી પારડી સુધીના CCTV ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની ટીમની મદદ લઈને તપાસ શરૂ કરી છે. હાલ અલગ અલગ 8 ટીમો બનાવી ઘટનાનો ભેદ ઉકેલવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યાં છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ આગલા દિવસે વૈશાલી એક મહિલા પાસે રૂપિયા લેવાના છે તેમ જણાવી ઘરેથી નીકળી હતી. જોકે, મોડી રાત સુધી ઘરે પરત ન ફરતા પતિ હિતેશ બલસારાએ સીટી પોલીસ મથકે પત્નીની મિસિંગની ફરિયાદ નોંધાવી હતી અને પત્નીની શોધખોળ હાથ ધરી હતી
હિતેશ બેન્ડમાં ગીતાર આર્ટિસ છે. હિતેશે વર્ષ 2011માં વૈશાલી સાથે બીજા લગ્ન કર્યા હતા. હિતેશ બલસારાના પહેલા લગ્નની એક દીકરી અને વૈશાલી સાથે લગ્ન જીવન દરમિયાન વધુ એક દીકરીનો જન્મ થયો હતો. હિતેશ બલસારા તેની પત્ની વૈશાલી 2 દીકરીઓ અને તેના માતા પિતા સાથે રહેતો હતો.
વૈશાલીના પિયર પક્ષના તમામ સભ્યો નવસારી રહેતા હતા.હાલમાં વૈશાલીનું નિધન થતા પરિવારમાં શોકમય વાતાવરણ છવાઈ ગયું છે. આખરે ક્યાં કારણોસરથી અને હત્યા કરનાર કોણ છે તે પોલીસ તપાસ દ્વારા જાણવા મળશે