Gujarat

ભારે વરસાદ ના પાણી ને લીધે કાર તણાઈ ! કાર માં સવાર ચાર પટેલ યુવાનો માંથી 3 લાપતા જયારે એક….

હાલમાં ચારો તરફ વરસાદનો માહોલ છે, ત્યારે ચારો તરફ વરસાદના લીધે તાબાહી પણ સર્જાઈ છે, ત્યારે હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર કિસ્સો બન્યો છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લા પર મેઘરાજાએ જાણે કે કહેર વરસાવ્યો છે.વાત જાણે છે કે, જિલ્લામાં ભારે વરસાદથી નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. બીજી તરફ નર્મદા અને વલસાડ જિલ્લામાં કાર અને બાઇક પૂરના પાણીમાં તણાયાના અહેવાલ છે.

આ ઘટનામાં ચાર લોકો સાથેની એક કાર પાણીમાં તણાઈ હતી. કારમાં ચાર લોકો સવાર હતા. ચારમાંથી એકનો બચાવ થયો છે, જ્યારે ત્રણ લોકો લાપતા બન્યા છે. મળેલી માહિતી મુજબ કારમાં જિગ્નેશભાઈ શંકરભાઈ પટેલ, ધર્મેશ ગોવિંદ પટેલ, મોહન પટેલ, જયંતિભાઈ રાજપુરી સવાર હતા. જેમાંથી જીગ્નેશભાઈ શંકરભાઈ પટેલની ભાળ મળી છે.ત્રણ લોકો પાણીમાં લાપતા બનતા તેમની શોધખોળ શરૂ કરવામાં આવી છે.  આ ઘટનામાં  બીજી તરફ નર્મદામાં પણ એક કાર તણાઈ હોવાના સમાચાર મળ્યા છે.

નાંદોદના તરોપામાં જળ પ્રલય જોવા મળ્યો છે. ખાડીના પાણી ગામમાં પહોંચી જતા ભારે તારાજી જોવા મળી છે. કારમાં લાપતા બનેલા લોકોની શોધખોળ શરૂ કરવામાં આવી છે.બીજી તરફ નર્મદાના રાજપીપળાના સ્ટેશન રોડ પર જળબંબાકાર જોવા મળ્યો હતો. અહીં ભારે વરસાદમાં એક બાઇક તણાઈ ગઈ હતી. પાણીમાં બાઇક તણાતી હોય તેવો એક વીડિયો પણ વાયરલ થયો છે.

વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદના પગલે શહેરને જોડતો મુખ્ય 81 માર્ગો અને જિલ્લા સ્ટેટ હદને જોડતા 10 માર્ગોને બંધ કરાયા છે. જિલ્લા કલેક્ટર તરફથી ટ્વીટ કરીને અંગેની જાણકારી આપવામાં આવી છે. બીજી તરફ શહેરના નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા NDRF ટીમ દ્વારા રેસ્ક્યૂની કામગીરી શરૂ કરવામાં આવી હતી.

સોમવારે બપોરે વલસાડની સ્થિતિ ગંભીર બની ગઈ છે. કારણ કે વલસાડ જિલ્લાની ઔરંગા નદીએ કિનારો વટાવ્યો છે. નદીના પાણી આસપાસના ગામમાં પણ ફરી વળ્યા છે. બીજી તરફ પૂરમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!