Gujarat

વલસાડમાં તલાટી કમ મંત્રી 50000ની લાંચ લેતા ઝડપાયા, ACB એ આવી રીતે કરી ધરપકડ કે જાણીને ચોંકી જશો.

આપણે જાણીએ છે કે, અનેક સરકારી કર્મચારીઓ ભષ્ટાચાર બાબતે કે અથવા લાંચ માટે ઝડપાટા હોય છે. ત્યારે હાલમાં જ એક ઘટના એન્ટી કરપ્શન બ્યુરોના અધિકારીઓએ શનિવારે વલસાડની વટાર ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીની 50,000 રૂપિયાની લાંચ લેવાના આરોપમાં ધરપકડ કરવામાં હતી. આ ઘટના કોઈ સામાન્ય નથી કારણ કે, આરોપીએ બાંધકામ પ્રોજેક્ટ માટે અરજદારને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપવા માટે પૈસાની માંગણી કરી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર વાપીના વટાર ગ્રામ પંચાયતનો તલાટી કમ મંત્રીએ કંપનીના બાંધકામ માટે એનઓસી આપવા 50 હજારની લાંચ લેતા ઝડપાયો હતો. એસીબીના પીઆઇ ડી.એમ.વસાવાને એક નાગરિકે ફરિયાદ કરી હતી કે, પરિચિતની કંપનીના બાંધકામ માટે એનઓસી મેળવવા વાપીના વટાર પંચાયતમાં અરજી કરી હતી. જે માટે તલાટી કમ મંત્રી કેવલ મિનેષકુમાર શાહને મળતા એનઓસી મેળવવા વ્યવહારમાં રૂ.50,000ની માંગણી કરાઇ હતી.

સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, એન્ટી કરપ્શન બ્યુરોની ટીમે વલસાડના સાંઈ લીલા મોલ પાસે ફરિયાદી પાસેથી પૈસા સ્વીકાર્યા બાદ તરત જ કેવલ શાહની ધરપકડ કરી હતી. વલસાડ દાંડ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.એમ.વસાવા દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBના પોલીસ ઇન્સ્પેક્ટર કે આર સક્સેનાએ ટ્રેપમાં મદદ કરી હતી.

આ દરમિયાન શાહે રૂ. 50,000ની ચૂકવણી કર્યા વિના તેને એનઓસી આપવાનો ઇનકાર કર્યો હતો. ત્યારબાદ ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. શાહે ફરિયાદીને પૈસા લઈને સાઈ લીલા મોલ પાસે આવવા બોલાવ્યા હતા અને પૈસા લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!