Gujarat

વાપી : યુવકે દાણચોરી કરવા માટે ગુદા માર્ગ મા 25 લાખ નુ સોનુ છુપાવ્યુ ! સમગ્ર કિસ્સો જાણી ચોંકી જશો

સોના ની દાણ ચોરી કરવા માટે દાણચોરો અવનવા પેતરા કરતા હોય છે. જેમા મોટા ભાગે એરપોર્ટ પર આવા લોકો ને DRI વિભાગ ધ્વારા પકડી પાડવા મા આવતા હોય છે પરંતુ ઘણી વખત દાણચોરો એવા કીમીયા અપનાવતા હોય છે કે ઓફિસરો પણ નથી પકડી શકતા હોતા ત્યારે વાપી થી એક એવો જ કિસ્સો આમ આવ્યો છે જેમા એક યુવક પાસેથી DRIની ટીમે 500 ગ્રામ જેટલું સોનુ પકડી પાડ્યું છે. ત્યારે આ યુવકે સોનુ એવી જગ્યા એ છુપાવી લાવ્યો હતો કે જાણી ને DRI ટીમ ને પણ પરસેવો વળી ગયો હતો.

ઘટના અંગે જાણવા મળેલ વિગત અનુસાર DRI ટીમ ને મળેલ બાતમી ના આધારે સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન ગુજરાત એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદથી મુંબઈ તરફ જઈ રહેલા મુળ મધ્યપ્રદેશના મયંક જૈન નામના યુવકને શંકાના આધારે અટકાયત કરી હતી. અટકાયત કરી ને શારીરીક તપાસ કરાતા જાણવા મળ્યુ હતુ કે યુવક પાસે 500 ગ્રામ સોનુ હતુ જેની કિમત 25 લાખ રુપીયા થાય છે. દુબઈ થી અમદાવાદ લાવવા મા આવ્યુ હતુ.

આ ઘટના મા યુવક ની શારીરીક તપાસ જાણવા મળ્યુ હતુ કે સોનુ યુવકે પોતાના ગુદા માર્ગ મા છુપાવ્યુ હતુ. જે સોનુ 500 ગ્રામ જેટલુ હતુ. આ સોનુ યુવકે બે ભાગ મા વહેંચી દુબઈ થી અમદાવાદ અને બાદ મા અમદાવાદ થી ટ્રેન મારફતે મુંબઈ તરફ જઈ રહ્યો હતો, જેની બાતમી મળતા જ સુરત અને વાપી DRIની ટીમે વાપી રેલ્વે સ્ટેશન પરથી આ યુવકની ધરપકડ કરી અટકાયત કરી તેની પાસેથી 500 ગ્રામ નું સોનું કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ અગાવ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચુક્યા છે જેમા દાણચોરી કરવા માટે અવનવા કીમીયા અપનાવ્યા હોય ત્યારે તાજેતર મા જ એક કિસ્સો સામે આવ્યો હતો જેમા એક યુવકે નકલી વાળ લગાવી ને અંદર સોનુ છુપાવ્યુ હતુ પરંતુ તે યુવક પણ આવી રીતે જ ઝડપાઇ ગયો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!