વાપી ની યુવતી ગુજરાત ગૌરવ વધાર્યું !19 વર્ષની ઉંમરે યુ.એસ આર્મીમાં જોડાઈ, અહીંયા સુધી પહોંચવા કર્યું આવું.
આજના સમયમાં દીકરાઓ કરતા દીકરીઓ વધુ આગળ આવી રહી છે અને દીકરાઓ કરતા વધુ ગૌરવ વધારી રહી છે.આપણે સૌ કોઈ અવારનવાર અનેક અનોખી સિદ્ધિઓના કિસ્સાઓ સાંભળતા હોઈએ છીએ ત્યારે હાલમાં જ એક સકારાત્મક કહાની સામે આવી છે.
ખરેખર વાત જાણે એમ છે કે , મુળ ગુજરાતની યુવતી દિયા નિલેશ ભણવડિયા અત્યંત અઘરી મનાતી ટ્રેનિંગ પાસ કરીને યુએસ મરિન કૉર્પ્સમાં સામેલ થઈ ને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
હાલમાં આ યુવતી આર્મીમાં જોઈન થઈને આપના સૌના હૈયાં ને બે ગણા મોટા કર્યા છે.દિયાએ પોતાના સ્કૂલ અભ્યાસ દરમિયાન કરાટે શીખવાનું શરૂ કર્યું હતું. દિયાના પિતા 2009માં અમેરિકામાં રહેવા ગયેલી અને પિતાની સાથે અમેરિકા પહોંચ્યા બાદ દિયાએ પોલીસમાં સામેલ થવા માટે ક્રિમિનલ જસ્ટિસનો અભ્યાસ કર્યો હતો
અથાગ પરિશ્રમ નું પરિણામ જલ્દી મળે છે એવી રિતે બાળપણથી જ કેળવાયેલા સખત પરિશ્રમ, અનુશાસનનાં ગુણોના કારણે તે અત્યંત અઘરી ગણાતી ટ્રેનિંગ પણ સફળતાપૂર્વક પસાર કરી હતી. જુલાઈ 2021માં મરિન બૂટકેમ્પમાં સ્નાતક થયા હતા. જયાં મરિન તરીકેની તેની સફર શરૂ થઈ છે. હવે તે એવીએશન સ્કૂલમાં વધારાની ટ્રેનિંગ મેળવશે.
દિયાના કરાટે ગુરુ હાર્દિક જોષીએ જણાવ્યું હતું કે કરાટેની તાલીમ માણસને શારીરિક, માનસિક રીતે મજબૂત બનાવવા મદદ કરે છે. આ તાલીમના કારણે દિયાની કારકિર્દીનો પાયો નખાયો હતો. તે એક પર્પલ બેલ્ટ ધારક છે, ખરેખર આ કળા તેને કામ આવી છે. જીવનમાં અનેક પ્રયાસો અને સંકલ્પ થકી અશક્ય કાર્ય શક્ય થઈ શકે છે. એ આ યુવતી કરી બતાવ્યું.
