Gujarat

રાજ્યમાં આગામી પાંચ દિવસ પડશે ભારે વરસાદ, આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની અગાહી

હવામાન વિભાગે રાજ્યમાં આવનાર પાંચ દિવસમાં ભરેથી અધિક ભારે વરસાદ પડશે તેવી આગાહી કરી હતી અને હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દક્ષિણ ગુજરાતમાં પાંચ દિવસ સુધી ખૂબ જ વરસાદ પડી શકે તેવું પણ જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ જેમકે ભરુચ, સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદ પડશે અને બીજી બાજુ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા તથા અરવલ્લીમાં પણ વરસાદ આવી શકે તેવી શક્યતાઓ જાહેર કરી છે. તથા મધ્ય ગુજરાતની વાત કરીએ તો આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર તથા વડોદરામાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ સૌરાષ્ટ્ર જિલ્લામાં અમરેલી,જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ તથા દીવમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે તેવું જણાવ્યું છે.

આગળ વાત કરીએ તો આજે અષાઢી બીજના દિવસે જ સવારે 6:00 વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં અવિરત વરસાદ પડ્યો હતો અને તેમાં સૌથી વધારે વરસાદ સુરતના ઓલપાડ તાલુકામાં આવ્યો હતો ચાર ઇંચ વરસાદ પડી જવાથી હેર ઠેર પાણી ભરાઈ ગયા હતા તાપીના ડોલવણમાં ત્રણ ઇંચની આસપાસ વરસાદ પડ્યો હતો તેમ જ વલસાડ જિલ્લાના પારડીમાં બે ઇંચ વરસાદ જોવા મળ્યો હતો. આમ રાજ્યના વિવિધ 14 તાલુકાઓમાં સવારે 6:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી વરસાદ ખાબક્યો હતો.

રાજ્યમાં 24 કલાકમાં મેઘરાજા ગુજરાતમાં વરસાદ લાવ્યા છે. તેમાં પણ મેઘરાજાએ આણંદ જિલ્લા પર વિશેષ કૃપા કરી છે. આણંદ જિલ્લાના બોરસદમાં છ કલાકમાં 12 ઇંચ વરસાદ થયો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા હતા. ભારે વરસાદથી સમગ્ર શહેરમાં પાણી ભરાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં ઘૂંટણિયે પાણી આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં અનેક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. શહેરના તમામ માર્ગો પાણીમાં ગરકાવ થઇ ગયા છે.

મોડી રાત્રે પડેલા ભારે વરસાદના કારણે બોરસદ શહેર આખી રાત પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. ભારે વરસાદના કારણે રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. જેના કારણે લોકોને રાત્રીના સમયે જાગવું પડ્યું હતું. ઘરોમાં લોકોનો સામાન પલળી ગયો હતો. બીજી તરફ મહાનગરપાલિકા સવારથી પાણીના નિકાલની કામગીરીમાં વ્યસ્ત હતી. પ્રથમ વરસાદમાં જ શહેરના માર્ગો પર પાણી ભરાઈ જતાં શહેરમાં પ્રિ-મોન્સુનની કામગીરી પર પણ સવાલો ઉભા થયા છે.

આણંદ જિલ્લામાં ગઈકાલ સવારથી જ વરસાદ પડી રહ્યો છે. જિલ્લાના બોરસદ અને આંકલાવ તાલુકામાં ભારે વરસાદ થયો છે. સત્તાવાર આંકડા મુજબ બોરસદમાં માત્ર આઠ કલાકમાં 11.3 ઈંચ વરસાદ નોંધાયો છે. આણંદ જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદની વાત કરીએ તો આંકલાવ 3.1 ઈંચ, સોજીત્રા 2.6 ઈંચ, તારાપુર અને પેટલાદમાં 1.7 ઈંચ, આણંદ અને ખંભાતમાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે.

24 કલાક દરમિયાન રાજ્યના 118 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો, શુક્રવારે સવારે 6 વાગ્યે 24 કલાક દરમિયાન ગુજરાતના 118 તાલુકાઓમાં વરસાદના આંકડા નોંધાયા છે. આણંદના બોરસદમાં સૌથી વધુ 11 ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના કામરેજમાં આઠ ઈંચ વરસાદ પડ્યો છે. સુરત શહેરમાં સાત ઈંચ વરસાદ નોંધાયો છે. સુરતના ઉમરપરામાં પણ સાત ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તથા રાજ્યના આઠ તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 27 તાલુકા એવા છે કે જ્યાં બે ઈંચથી વધુ વરસાદ થયો છે. 53 તાલુકા એવા છે કે જ્યાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. રાજ્યના 27 જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં વરસાદ નોંધાયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 9.41 ટકા વરસાદ નોંધાયો છે. હાલમાં છ તાલુકા એવા છે કે જ્યાં વરસાદ નોંધાયો નથી. પ્રાદેશિક વરસાદની વાત કરીએ તો કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ 18.40 મીમી વરસાદ થયો છે, જે સિઝનના 4.03 ટકા છે. ઉત્તર ગુજરાતમાં સરેરાશ 30.24 મી.મી. વરસાદ થયો છે, જે આ સિઝનના કુલ વરસાદના 4.20 ટકા છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં સરેરાશ હવામાન 68.75 મીમી છે. વરસાદ થયો છે, જે સિઝનના વરસાદના 8.53 ટકા છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 74.96 ટકા વરસાદ નોંધાયો છે જે સિઝનના 10.6 ટકા છે. દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 173.15 મી.મી.વરસાદ પડી રહ્યો છે. સિઝનનો 11.73 ટકા વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!