આ તારીખે ટકરાશે 2022 નુ સૌથી શક્તિશાળી વાવાઝોડુ સુપર ટાયફૂન હિનામોર ! 270 કીમી પવન…
હાલ ના સમય મા આખા વિશ્વ મા ગ્લોબલ વોરમિંગ ના કારણે મોસમ મા ઘણો ફેરફાર જોવા મળી રહ્યો છે. અનિયમિત વરસાદ અને સખત વધતો જતો ગરમી ની પારો જોવા મળી રહ્યો છે જ્યારે છેલ્લા કેટલાક વર્ષો મા ભયંકર વાવાઝોડાનો સામનો આખા વિશ્વ એ કરી લીધો છે. ગયા વર્ષ તાઊતે વાવાઝોડા એ ગુજરાત મા તબાહી મચાવી દીધી હતી ઓક્ટોબર 2019માં હાગીબીસ નામના ચક્રવાતી તોફાને જાપાનમાં ઘણો વિનાશ કર્યો હતો. આ વાવાઝોડાને કારણે અનેક લોકોના મોત થયા છે. તોફાનમાં 216 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જ્યારે ફરી એક મોટુ વાવાઝોડુ એક મોટા દેશ માટે ખતરો બની શકે છે.
2022 નુ સૌથી મોટુ વાવાઝોડુ હવે જાપાન સાથે ટકારાઈ શકે છે. આ વાવાઝોડા નુ નામ સુપર ટાયફૂન હિન્નામનોર છે જાપાનની હવામાન એજન્સીએ જણાવ્યું હતું કે આ ચક્રવાતી વાવાઝોડુ 198 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ તોફાનના કેન્દ્રની નજીક હતી. તે 270 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે બુધવારે મુખ્ય ટાપુ ઓકિનાવા પહોંચે તેવી શક્યતા છે. જે હાલ જાપાન ભાટે સૌથી મોટો ખતરો છે.
જો કે, યુએસ JTWC એ આગાહી કરી છે કે સુપર ટાયફૂન આગામી દિવસોમાં તેની થોડી તાકાત ગુમાવશે. કોલોરાડો સ્ટેટ યુનિવર્સિટીના મોસમી વાવાઝોડાની આગાહીના મુખ્ય લેખક ફિલ ક્લોટ્ઝબેચે જણાવ્યું હતું કે અમે સમુદ્રના રેકોર્ડને વિગતવાર રાખીએ છીએ. સાત દાયકાથી વધુમાં માત્ર બે વખત ઓગસ્ટમાં વાવાઝોડું આવ્યું છે. પહેલું તોફાન 1961માં અને બીજું 1997માં આવ્યું હતું, પરંતુ આ બંનેની ઝડપ આ વખતના તોફાન જેટલી ન હતી.
NHK વર્લ્ડ અહેવાલ મુજબ જાપાનના ટોકાઈ, હોકુરીકુ અને તોહોકુ પ્રદેશોના ભાગોમાં તોફાનને કારણે ભારે વરસાદ થઈ રહ્યો છે. ગુરુવારે સવારથી શરૂ થતા 24-કલાકના સમયગાળા દરમિયાન હોક્કાઇડો, થોકુ, ટકાઈ અને કંસાઈ પ્રદેશોમાં વરસાદની અપેક્ષા છે. આ સાથે અધિકારીઓ ભૂસ્ખલન, નીચાણવાળા વિસ્તારોમાં પૂર અને નદીઓના વહેણની ચેતવણી આપી રહ્યા છે.