Gujarat

એચ સમયે 16 લાખ રુપીયા ઉધારે લીધા હતા આજે છે 35000 કરોડ ના માલીક! જાણો મેટલ કીંગ ની સફળતા ની કહાની

જીવનમાં અનેકગણી સફળતા ત્યારે જ મળે છે, જ્યારે જીવનમાં ખૂબ પરિશ્રમ કરવામાં આવે છે. આજના સમયમાં એવા ઘણા વ્યક્તિઓ છે જેને સફળતાનાં સોપાન સર કરીને સફળ ઉદ્યોગપતિઓ બન્યા છે. ત્યારે ચાલો આજે અમે આપને એક એવા વ્યક્તિની વાત કરીશું જેના વિશે તમે જાણીને આશ્ચર્ય પામી જશો. વાત જાણે એમ છે કે, મેટલ કિંગ તરીકે પ્રખ્યાત અને વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવા 35,000 કરોડના માલિક છે..

આ સફળતા રાતો રાત તેમને નથી મળી. એક સમયે રૂ.16 લાખલઇને કંપની ટેકઓવર કરી અને પછી તેઓ સફળતા પ્રાપ્ત કરી.વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ રહેતા હોય છે. પોતાના જીવનનાં જુના અનુભવ વિશે કહ્યું કે, શમશેર સ્ટર્લિંગ કંપની નાદાર થઇ ગઇ હતી ત્યારથી આ કંપની ખરીદવાનું મેં સપનું જોવાનું શરૂ કર્યું હતું. રૂ.16 લાખ રૂપિયાના ડાઉન પેમેન્ટની જરૂર પડી હતી અને આટલી મોટી રકમની વ્યવસ્થા કેવી રીતે થશે એ વિચારોમાં રાતોની ઉંઘ હરામ થઇ ગઇ હતી.

એ વખતે બે લોકોએ મને મદદ કરી હતી જે આજે આ દુનિયામાં નથી રહ્યા. એક હતા ટોચના વકીલ નિતિન કાંટાવાલા અને બીજા હતા સિન્ડીકેટ બેંકના મેનેજર દિનકર પઇ.6 લાખ રૂપિયા સોર્સ પાસેથી મેળવ્યા, 5 લાખ રૂપિયા પરિવાર પાસેથી લીધા અને મેટલ બ્રોકર રસિકભાઇએ 5 લાખ રૂપિયાની મદદ કરી. આ રીતે 16 લાખ રૂપિયા ભેગા કર્યા.1976માં જ્યારે કંપની ખરીદવાના દસ્તાવેજ પર જ્યારે સહી કરી રહ્યા હતા ત્યારે તેમનો દિવસ એ સફળતાનાં દ્વાર તરફનો હતો. એ સમયથી લઈને તેમને ક્યારેય પાછળ ફરીને નથી જોયું.

વેદાંતાના ચેરમેન અનિલ અગ્રાવલની કુલ નેટવર્થ 440 કરોડ ડૉલર એટલે કે 35,000 કરોડ રૂપિયા છે. મેટલ કિંગ તરીકે જાણીતા અનિલ અગ્રવાલ અત્યારે લંડનમાં રહે છે. તેઓ દેશના સૌથી ધનિકોની યાદીમાં 63માં નંબર પર છે. તેમણે ખાનગીકરણ કરવામાં આવી રહેલી સરકારી કંપનીઓમાં હિસ્સો ખરીદવા માટે 10 બિલિયન ડૉલરનું ફંડ સ્થાપ્યું છે. ખરેખર તેમના જીવનમાં તેમને ખૂબ જ સફળતા મેળવીને આટલું સામરાજ્ય ઉભું કર્યું.આજે ભારતીય ધનિકોની યાદીમાં મોખરે રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!