કચ્છના નાના એવા ગામનો યુવાન જયવીર ગઢવીએ પાસ કરી UPSCની પરીક્ષા ! પિતા નમકીન પેકેટ ની ફેરી
હાલના સમય મા જ્યારે શહેર ના યુવાનો સોસીયલ મિડીઆ પર વિડીઓ બનાવવા મા વ્યસ્ત છે ત્યારે ગુજરાતના નાના ગામડા ના યુવાનો ભણતર મા કાઠુ કાઢી રહ્યા છે તેનુ જ ઉદાહરણ જોઈએ તો જયવિર ગઢવી છે જે થોડા સમય પહેલા ગુજરાત મા લેવાયેલી GPSC મા ટોપર રહ્યા હતા અને હવે UPSC ની પરીક્ષા મા ઓલ ઇન્ડીયા મા 341 મો રેન્ક મેળવીને પરીક્ષા પાસ કરી છે.
સામાન્ય પરીવાર મા જન્મેલા અને કચ્છના માંડવી તાલુકાના નાના એવા વિંગડિયા ગામના વતની છે અને તેવો એક સામાન્ય પરીવાર માથી આવે છે. શાળાના સમયકાળ થી જ તેવો કાઈક અલગ જ પ્રતિભા ધરાતા હતા. તેવો ગયા વર્ષે જ ગુજરાત ની GPSC ની પરીક્ષા મા ટોપર રહ્યા હતા. હાલમાં જયવીર ગઢવી વડોદરા જિલ્લામાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ બજાવે છે. જયવીરે પોતાનુ પ્રાથમીક શિક્ષણ પોતાની ગામ ની શાળા મા જ્યારે કચ્છની નવોદય વિદ્યાલયમાં 6 થી 10 ધોરણ નો અભ્યાસ કર્યો હતો.
જ્યારે વધુ અભ્યાસ માટે રાજકોટ ગયા હતા અને 11 અને 12 સાયન્સ નો અભ્યાસ કર્યો હતો જેમા સારા ગુણ આવતા સુરતની NITમાં એડમિશન લીધું. એનઆઈટીમાંથી તેમણએ મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવી હતી. અને એક કંપની મા 10 મહીના સુધી જયપુર મા નોકરી કરી હતી.
જયવીર કહેવુ છે કે પ્રાઈવેટ જોબ દરમિયાન મને લાગ્યું કે આખો દિવસ કમ્પ્યુટર સામે બેસવું એ મારો હેતુ નથી. મારે દેશની સેવા માટે કંઇક એવું કરવું જોઈએ જેનાથી મને સંતોષ થાય અને અસરકારક રિઝલ્ટ પણ મળે. આ માટે તેઓ યુપીએસસી પાસ કરવાના લક્ષ્ય સાથે નવી દિલ્હી પહોંચ્યા અને તનતોડ મહેનત કરી. આ દરમિયાન તેઓ જીપીએસસીની પણ તૈયારી કરતા હતા. ગયા વર્ષે તેઓ જીપીએસસીમાં પણ સર્વોચ્ચ ગુણ સાથે પાસ થયા અને ડેપ્યુટી કલેક્ટર બન્યા.
જો જયવિરના પરીવારની વાત કરીએ તો જયવીર ના પિતા ભરતદાન ગઢવી આજુબાજુના ગામડામાં નમકિનના પેકેટની ફેરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જ્યારે જયવિર ના માતા પિતા એ માત્ર 4 ધોરણ સુધી જ અભ્યાસ કરેલો છે. અને કુલ ચાર સંતાનો છે જેમા થી જયવિર સૌથી નાના છે જ્યારે જયવિર ના બહેન નીશા ગઢવી પણ GPSC પાસ કરી ને ક્લાસ 2 ઓફિસર બન્યા છે.