કોણ છે આ નાનકડો છોકરો છે ગુજરાત ના દરેક મોટા કલાકારો સાથે જોવા મળે છે અને કલાકરો પણ તેને લક્કી માને છે.
ગુજરાતી સિનેમા વિરલ રબારીની એક સમયે ખૂબ જ બોલબાલા હતી, જ્યારે તે અવારનવાર અનેક કલાકારો સાથે જોવા મળતો. જ્યારે વિરલ 13 વર્ષનો હતો ત્યારે ગુજરાતી મ્યુઝિક ઈંડસ્ટ્રીમાં સૌનો લાડકો છે. અને હોય કેમ નહીં, આખરે તે ઈંડસ્ટ્રીનો લકી ચાર્મ છે. કારણ કે જે ગીતમાં વિરલ જોવા મળે છે તે ગીત હિટ થઈ જતા અને આજે પણ તે ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલ છે.
વિરલને પહેલી સફળતા તેના કિંજલ દવે સાથેના ગીત ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’થી મળી હતી. આ પછી તો વિરલે અનેક ગીતોમાં અભિનય કર્યો અને આ તમામ ગીતો હિટ ગયા. અને એટલે જ તેને લકી માનવામાં આવે છે. આજે વિરલ ખૂબ જ ક્યૂટ છે અને હેન્ડસમ લાગે છે. અને હાલમાં તે સોશિયલ મીડિયા તેમનો સ્વૅગ જ અલગ છે. રિલ્સ દ્વારા દર્શકોમાં ખૂબ જ પ્રિય છે.
તમને જાણીને નવાઈ લાગશે કે, વિરલ એક્ટિંગનો શોખ છે પરંતુ તે ભણવા પર પણ એટલું જ ધ્યાન આપે છે. તેની ટીમ અને પરિવાર પણ તેના અભ્યાસમાં ખલેલ ન પડે તેનું ધ્યાન રાખે છેવિરલ જેટલા ઑન સ્ક્રીન મસ્તીખોર દેખાય છે એટલા જ ઑફ સ્ક્રીન સિમ્પલ અને સમજદાર છે.વિરલ આજે ગુજરાતી સિનેમાના અભિનેતા જેવો જ લાગે છે અને એ કહેવું ખોટુ નથી કે તે ગુજરાતી ફિલ્મોમાં કામ કરે.
વિરલને ટેક્નોલોજીમાં પણ ખૂબ જ રસ છે. તેમની ચેનલ VM ડિજિટલ પણ યૂટ્યૂબ પર વિરલે જાતે જ ચાલુ કરી હતી. અને તેમાં ગીત પોસ્ટ કર્યું જેને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું. હવે તો તેની બાકાયદા ચેનલ બની ગઈ છે. અને તેને ગણતરીના જ દિવસોમાં લાખો સબસ્ક્રાઈબર બની ગયા વિરલ રોકસ્ટારને ભવિષ્યમાં હીરો બનવું છે. વિરલ મલ્ટી ટેલેન્ટેડ છે. તે સારો એવો પિયાનો પણ વગાડી જાણે છે. મોટો થઈને તેને જાણીતો સિંગર અને એક્ટર બનવા માંગે છે.
વિરલને પહેલી સફળતા ચાર ચાર બંગડી વાળી ગાડીથી મળી હતી. તે સમયે તેની ઉંમર માત્ર 10 વર્ષની જ હતી. એ બાદ વિરલે ગીતા રબારી, રાજલ બારોટ સહિતના જાણીતા ગાયકો સાથે કામ કર્યું છે. અને આ તમામ ગીતો હિટ રહ્યા છે. જેથી ઈન્ડસ્ટ્રીમાં વિરલને લકી ચાર્મ માનવામાં આવે છે.કિંજલ દવે સાથે કારકીર્દિની શરૂઆત કરનાર વિરલ રીઅલ લાઈફમાં પણ કિંજલને પોતાની બહેન માને છે. કિંજલ વિરલને રાખડી પણ બાંધે છે
વિરલની ફેશન સેન્સ અને સ્ટાઈલ પણ ગજબની છે. તે પોતાના કપડાનું સિલેક્શન પણ જાતે કરે છે. કપડાં ક્યા પહેરવા પણ તે જ નક્કી કરે છે. વિરલ ફોટોસનો પણ શોખીને છે. અલગ અલગ સ્ટાઈલમાં તે ફોટો પણ પડાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતો રહે છે. તેનો સ્વૅગ પણ અનોખો છે. અને એટલે જ તો છે ગુજરાતી ઈન્ડસ્ટ્રીનો લાડલો છે અને આજે તેની અભિનય અને ખૂબસૂરતી અને તેની આવડતના લીધે ખૂબ જ લોકપ્રિય છે. ખાસ વાત એ છે કે, તેનું જીવન પણ ખૂબ જ વૈભવશાળી છે પરંતુ તેનું વ્યક્તિત્વ ખૂબ જ નિખાલપણું છે અને એટલો જ સમજદાર છે.
