વીંછીયાગામની હચમચાવી દેનાર ઘટના! યુવકે પોતાની પત્ની ચાર્જરના વાયર થી મારીને જમીનમાં ડાટી દીધી કારણ જાણીને ચોંકી જશો…
હાલમાં જ એક ખૂબ જ ચોંકાવનાર ઘટના સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,વીંછિયામાં પત્નીને એઇડ્સ થતાં સાળી સાથે પ્રેમ થયો અને નડતરરૂપ પત્નીની ચાર્જરના વાયરથી હત્યા કરી નાખી. ચાલો આ ઘટના અંગે વિગતવાર માહિતી જાણીએ કે, આખરે આ બનાવ કંઈ રીતે બન્યો. કહેવાય છે કે પાપનો ઘડો છલકાય છે. આવી ઘટના રાજકોટના વિંછીયા તાલુકાના દલડી ગામમાં બની.
વાત જાણે એમ છે કે, 44 દિવસથી ગુમ થયેલી પરિણીતાનું હાડપિંજર ચોટીલા તાલુકાના ઢોકળવા ગામની સીમમાંથી મળી અવાયું.ઢોકળવાની સીમમાં મૃતદેહ દાટીને પત્ની ગુમ થયાની પોલીસને જાણ થયેલી અને પોલીસે આકરી પૂછપરછ કરતાં પતિએ હત્યા કબૂલી હતી. આ સમગ્ર હત્યાકાંડની સનસનાટીભરી હકીકત એવી છે કે વિંછીયા તાલુકાના દલડી ગામની પરિણીતા રંજનબહેન રાજેશભાઈ ઓળકિયા ઘણા સમય થઈ ગૂમ થયાં હતાં.
જેથી પોલીસની ઢીલી કામગીરી સામે ધરણાં પર ઊતર્યા હતા. આથી વીંછિયા પોલીસે તેના પતિની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્યો હતો. પોતે જ હત્યા કરીને લાશ ચોટીલાના ઢોકળવાની સીમમાં ગુનો છુપાવવાના ઇરાદે કોતરોમાં દાટી દીધી હોવાનું કબૂલતાં ચકચારી હત્યા બહાર આવી હતી.પોલીસ ટીમ હત્યારા પતિને લઈને ઢોકળવાના વીડમાં આવી હતી.
જ્યાં પત્નીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું. કંકાલને ફોરેન્સિક લેબ માટે રાજકોટ મોકલી આપવામાં આવ્યું છે. આ ઘટનામાં જાણવા મળ્યું હતું કે, રાજેશની સાળી ઇન્દુની સગાઈ હતી, એના આગલા દિવસે પત્ની સાથે છાસિયા જવા બાઇક પર નીકળ્યો હતો.
નક્કી કરેલી વીડી રસ્તાનું સ્થળ આવતાં વિસામો લેવાનું કહી કોતર નજીક રોકાયાં હતાં. ત્યાં જ મોબાઇલના ચાર્જરના વાયરથી ટૂંપો દઈ હત્યાને અંજામ આપી લાશને દાટી દીધી અને ગુમ થયાની વાત ઊપજાવી કાઢી હતી. પતિએ આડખીલી રૂપ પત્નીની ઠંડા કલેજે હત્યા કરી નાખી હતી.