Viral video

હે ભગવાન! ચાર વર્ષ ના માસુમ પર ચાર કુતરાઓ ભુખ્યા વરુ ની જેમ ટુટી પડ્યા અને કરુણ મોત થયું…( નબળા હ્દય વાળા વિડીઓ ના જુએ)

આપણે જાણીએ છે કે, રખડતાં પશુઓના અને કુતરાઓના કારણે અનેક લોકો જીવ ગુમાવતાં હોય છે, હાલમાં જ એક આવો બનાવ સામે આવ્યો છે. ચાર વર્ષ ના માસુમ પર ચાર કુતરાઓ ભુખ્યા વરુ ની જેમ ટુટી પડ્યા અને કરુણ મોત થયું. ચાલો આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જણાવીએ. આ દૂ:ખડ ઘટના હૈદરાબાદ શહેરમાં બની છે. મળતી માહિતી મુજબ, હૈદરાબાદની એક હાઉસિંગ સોસાયટીમાં રખડતા કૂતરાઓના ટોળાએ 4 વર્ષના છોકરા પર હુમલો કરતાં છોકરાનું મોત થયું.

કૂતરાના હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ દુઃખદ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વિડીયોમાં છોકરો રોડ પર જોવા મળી રહ્યો છે. આ દરમિયાન રખડતા કૂતરાઓનું ટોળું તેના પર હુમલો કરે છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, બાળકના પિતા ગંગાધર રહેણાંક સંકુલમાં સુરક્ષા ગાર્ડ તરીકે કામ કરે છે જ્યાં આ ઘટના બની હતી. માસૂમના પિતાએ કહ્યું કે પુત્રના રડવાનો અવાજ સાંભળીને હું ઘટનાસ્થળે પહોંચી ગયો અને પુત્રને હોસ્પિટલ લઈ ગયો. હોસ્પિટલમાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

રખડતા કૂતરાઓ માસૂમ બાળકો કે લોકો પર હુમલો કરે તેવી આ પહેલી ઘટના નથી. આ ઘટનાના બે અઠવાડિયા પહેલા જ ગુજરાતના સુરતમાં રખડતા કૂતરાઓના હુમલાથી ચાર વર્ષના બાળકનું મોત થયું હતું. આ પહેલા જાન્યુઆરીમાં બિહારના અરાહમાં રખડતા કૂતરાના કરડવાથી 80થી વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!