Entertainment

ગજબની દાણચોરી! સુરત એરપોર્ટ પર મોબાઈલ માથી નીકળયુ લાખો રુપીઆ નુ સોનું…જુઓ વિડીઓ

દેશ વિદેશમાંથી ગેરકાયદેસર વસ્તુની હેરાફેરી થાય છે, ત્યારે હાલમાં જ સુરત એરપોર્ટ પર મોબાઈલ માથી લાખો રૂપિયાનું સોનુ નીકળ્યું  છે. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.  સૂત્ર દ્વારા જાણવા મળ્યું કે, સુરતમાં ઇન્ટરનેશનલ ફ્લાઈટનો ઉપયોગ સોનાની દાણચોરી માટે થઈ રહ્યો હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

શારજાહ સુરતની ફ્લાઈટ સુરત એરપોર્ટ આવી ત્યારે આગોતરી બાતમીના આધારે અમદાવાદ કસ્ટમ્સ એર ઇન્ટેલિજન્સ યુનિટની ટીમે એરપોર્ટના લગેજ કલેક્શન એરિયામાં પ્રવેશ કરી આરોપીની શોધખોળ કરી હતી.

અધિકારીઓને જાણવા મળ્યું હતું કે, એક ટ્રોલીમાં કશુંક ચોંટાડેલું જોવા મળતા આ બેગેજ ટ્રોલીમાંથી 10 વિદેશી મૂળના ગોલ્ડ બાર મળી આવ્યા હતાં. જેનું વજન કુલ 1166.57ગ્રામ હતું. આ પેકેટને અધિકારીઓએ જપ્ત કરી સ્થાનિક કસ્ટમ અધિકારીઓની હાજરીમાં ખોલ્યુ હતું.

સોનાની પટ્ટીઓ એડહેસિવ ટેપથી લપેટી મોબાઈલ ફોનના ફ્લિપ કવરમાં છુપાવવામાં આવી હતી. દાવા વગરના વિદેશી મૂળના સોનાનું કુલ વજન 11.56 ગ્રામ હતું. જેનું બજાર મૂલ્ય 68.19 લાખ અને ટેરિફ વેલ્યુ 58.55 લાખ આંકવામાં આવી છે. કસ્ટમ દ્વારા જપ્ત કરવામાં આવ્યું છે.

આ મામલે ગ્રાઉન્ડ હેન્ડલિંગ સ્ટાફના જવાનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ સોનું એરપોર્ટ ટર્મિનલની બહાર સુધી લગેજ ટ્રોલી સાથે મૂકી આવે છે. કેટલાક એરપોર્ટમાં કાર્યરત લોકો પણ સામેલ હોવાની વિભાગને શંકા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!