એકદમ રમોકડાની માફક કારે ઉડાવી સ્કૂટીને! એકતો સાંકડી ગલ્લી અને ઉપરથી સ્પીડ વધુ.. જુઓ વિડીયો
અત્યાર સુધી તમે જોયું કે સાંભળ્યું હશે કે, ચાલતી ગાડી, કાર કે ટ્રકે માણસ કે કોઈ પશુ-પ્રાણીને અડફેટે લીધેલ હોય પરંતુ હાલમાં જ એક ખૂબ જ ગજબ અને રમૂજી ઘટના સામે આવી છે, આ વિડીયો જોઇન તમે થોડીવાર તો વિચારમાં પડી જશો કે આખરે આ થયું છે શું? આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે અને સૌ કોઈ આ વિડીયો વિશે પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
આ વિડીયોમાં તમે જોઈ શકશો કે, સાંકળી ગલીમાં ફૂલ સ્પીડમાં આવી રહેલી કારે સ્કૂટીને જોરદાર મારી ટક્કર અને પછી સ્કૂટીનું એવું થયું કે વિડીયો જોનાર સૌ કોઈ સ્તબ્ધ અને આશ્ચય પામી ગયા કે, આખરે આ બનાવ બન્યો હતો શું? પહેલીવાર તો એ કે જો આ સ્કૂટીને જગ્યાએ કોઈ વ્યક્તિ અફડેટે આવી ગયો હોત તો કદાચ એ જ ક્ષણે ત્યાં એ વ્યક્તિનું મોત થયું હોત.
આ વિડીયોમાં તમે ધ્યાનથી જોશો તો તમને સમજાય જશે કે આખરે સ્કૂટી થશે કે ઘટના બની. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે, ફૂલસ્પીડે આવેલ કાર લાલ રંગની સ્કૂટીને જોરદાર ટક્કર મારે છે, જેથી સ્કૂટી હવામાં ઉછડે છે અને ત્યારબાદ ઊંધી પડીને જમીન પર જે અવસ્થામાં તે પહેલા પડી હતી એવી જ રીતે પડી જાય છે, ખરેખર માણસની જેમ સ્કૂટીની પણ કિસ્મત સારી હતી કે, તેને કઇપણ ન થયું.
આ ટક્કર એટલી ભયંકર હતી કે સ્કૂટીનો બૂકડો જ બોલી જાત પરંતુ ખરેખર વિડીયોમાં જે રીતે સ્કૂટીને ઉછડીને ફરી જમીન પર સ્થિર અવસ્થામાં જ પટકાય છે અને ખાસ વાત એ છે કે, સ્કૂટીટક્કર બાદ જમીન પર ઢડી પણ નહિ. ખરેખર જે વ્યક્તિની સ્કૂટી હશે તેના ભાગ્ય સારા હશે કે, આ સ્કૂટીને કની થયું નહિ પરંતુ ખરેખર કારચાલકની ભૂલ છે કે આવી સાંકડી ગલીમાં આટલી ફૂલ સ્પીડમાં કાર ન ચલાવી જોઈએ કારણએ કે ભયંકર અકસ્માત સર્જાય શકે છે.