આખરે વિવાદ નો અંત આવ્યો ! દેવાયત ખવડ એ માફી માંગી અને બ્રીજરાજ દાન ગઢવી એ પણ કીધું કે……જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, હાલમાં જ સોશિયલ મીડિયામાં ગુજરાતનાં લોકપ્રિય કલાકારો બ્રિજરાજદાન ગઢવી અને દેવાયત ખવડ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ ‘મર્દાનગી અને માયકાંગલા’ મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ વિવાદ બંને સમાજની લાગણીઓ દુભાઈ અને સાથો સાથ તેમના ચાહક વર્ગમાં પણ આ શબ્દોના વેણ લાગ્યા હતા. કહેવાય છે ને ગુજરાતી કલાકારોમાં આવું ક્યારેય પણ થયું નથી. પહેલી વખત આવી રીતે બ્રિજદાન અને દેવાયત સામે સામે આવ્યા ત્યારે હાલમાં જ આ વિવાદનો આખરે સુખદ અંત આવ્યો છે.
હાલમાં જ ફેસબુક પર ફરી એક વખત દેવાયત અને બ્રિજદાન ગઢવીનો સમાધનનો વીડિયો વાયરલ થયો છે. આમ પણ કહેવાય છે ને કે, ગુજરાતી ચારણ અને કાઠી વચ્ચે ક્યારેય શત્રુ તા ન હોય. આખરે હાલમાં જ મઢડાના સાનિધ્યમાં દેવાયત ખાવડ અને બ્રીજરાજ ગઢવી વચ્ચે વકરેલા વિવાદ મામલે ધર્મ સ્થાનકમઆ બંને કલાકારો વચ્ચે સમાધાન થયું છે.
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, મા સોનલના ગર્ભગૃહમાં બંને કલાકારોએ એક બીજાની માફી માંગી છે તેમજ બંને વચ્ચે થયેલ વિવાદનો સુખદ અંત આવ્યો છે. તેમણે આ વિવાદ અંગે કોઈને પણ કંઈ પણ કોમેંટ્સ ન આપવા અને કોઈની લાગણી ન દુભાઈ એવી કોઈ વાતો ન કરવી એવી વિનંતી પણ કરી છે. આ વીડિયોમાં બંને કલાકારોએ એકબીજાની માંફી માગતા જે કહ્યું એ પણ ખૂબ જ હદયસ્પર્શી છે..
અમે આપને સંક્ષિપ્તમાં જણાવીએ તો દેવાયત ખવડે કહ્યું કે, હાલમાં જે વિડીયો વાયરક થયો તેમાં હું કંઈ બોલ્યો કે બ્રિજદાનભાઈ બોલ્યા તે અંગે મઢડાનાં પાદરમાં અને સોનલમાંનાં સાનિધ્યમાં કહું છું કે મેં ઇશવરદાન અને ચારણ સમાજને શિરો માન્ય ગણ્યા છે, ત્યારે મારા બોલવાથી બ્રીજદાન ભાઈ કે તેમના પરિવારની મારા બોલવાથી લાગણી દુભાઇ હોય તો તે બદલ હું માફી માગું છું.
તેમજ બ્રિજદાનભાઈ પણ કહ્યું કે, મારે જે બોલવાનું હતું એ સમજવવાળા સમજી ગયા અને મેં દેવાયતભાઈ માટે નહોતું બોલ્યું અને અમે વર્ષોથી મિત્ર હતા અને આમ પણ કાઠી અને ચારણ મિત્રો હોય એ નવીન નથી પરંતુ આવો વિવાદ થાય એ નવીન કહેવાય એટલે હું વિનંતી કરું છું કે આ વિવાદનો સુખ અંત આવ્યો છે. અમે જે માહિતી આપી એ ટુંકમાં કહ્યું છે, આ બ્લોગ સાથેના વીડિયોમાં જોઈ શકો છો કે તેમને પોતાના શબ્દોમાં કંઈ રીતે એકબીજાની લાગણીઓ વ્યક્ત કરી છે. ખુશીની વાત એ છે કે બંને કલાકારો માં સોનલના સાનિધ્યમાં માં કંચન આઈના આર્શીવાદ લઈને સમાધાન કર્યું.