Viral video

વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો ! 11 વર્ષ ના બાળક સાથે લિફ્ટ મા જે થયું વિડીઓ જોઈ હચમચી જશો

આજના સમયમાં બાળકો સાથે એવી ઘટનાઓ બને છે કે, જેના લીધે ક્યારેક જીવ જોખમમાં મુકાઈ જાય છે. હાલમાં જ એક વીડિયો સોશીયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાત જાણે એમ છે કે, નોઈડમાં વાલીઓ ની ઊંઘ ઉડાડી દે તેવો કિસ્સો બન્યો. માત્ર 11 વર્ષ ના બાળક સાથે લિફ્ટ મા જે થયું વિડીઓ જોઈ હચમચી જશો. નોઈડામાં એક સોસાયટીમાં બાળક 45 મિનિટ સુધી લિફ્ટમાં ફસાયેલો રહ્યો.

હવે તમે વિચારશો કે, એક બાળક કઈ રીતે ફસાયો અને તે વિડીયોમાંથી કઇ રીતે નીકળ્યો એ જાણવું પણ રસપ્રદ છે.
બાળક લિફ્ટમાં હતો અને માતા પિતા બાળકને આમટેન શોધી રહ્યા હતા. ત્યારે અચાનક ખબર પડી કે બાળક લિફ્ટમાં ફસાયું છે તે પછી તેને બચાવવા માટેની જદ્દોજહેમત અને તડપ જોઈને ભલભલાની આંખમાં આંસૂ આવી ગયા.

આ ઘટના અંગે વિગતવાર માહીતી જાણીએ તો પેરેમાઉન્ટ ઈમોશન્સ સોસાયટીની લિફ્ટમાં ફસાયેલા બાળકના પરિવારે કહ્યું કે, બિલ્ડર લોકોની સુરક્ષા સાથે રમી રહ્યો છે. લિફ્ટમાં ફસાયેલું બાળક એલાર્મ વગાડી રહ્યું હતું, પરંતુ સુરક્ષાકર્મીઓ ફાયર એલાર્મ સમજીને અવગણી રહ્યા હતા. હાલમાં તો સોશીયલ મીડિયામાં આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ જોઈને બધાના રૂવાંટા ઊભા થઈ ગયા.

પીડિત બાળકના પિતાનું કહ્યું કે, તેમનો પુત્ર લિફ્ટમાં જતા પણ ડરે છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે બાળક ગત અઠવાડિયે રાતે 10.43 વાગે લિફ્ટમાં ફસાયો હતો અને 11.32 વાગે તેને બહાર કાઢવામાં આવ્યો. બાળકને શોધી રહ્યા હતા ત્યારે સોસાયટીની મેઈન્ટેનન્સ ટીમે સીસીટીવી ફૂટેજ દેખાડ્યું નહતું. જ્યારે આ બનાવ અંગે પોલીસને જાણ થઈ ત્યારે આ ફૂટેજ સામે આવ્યું.

આ પીડિત બાળક માત્ર છઠ્ઠા ધોરણમાં ભણે છે. સોસાયટીના લોકો સાથે બિસરખ પોલીસ મથકમાં બિલ્ડર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસને અપાયેલી ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે બાળકના લિફ્ટમાં ફસાયેલી ઘટના પાછળ મેઈન્ટેનન્સ ટીમની બેદરકારી, લિફ્ટનું મેઈન્ટેનન્સ ન થવું અને અયોગ્ય સુરક્ષાકર્મીઓની ભરતી છે. ક્યારેય પણ બાળકોએ લિફ્ટ સાથે રમત જ રમવી જોઈએ તેમજ ખાસ કરીને માતા પિતાએ પણ આ બાબતે ધ્યાન રાખવું જોઈએ કે, બાળકોનું પૂરતું ધ્યાન રાખવામાં આવે. આ ઘટના દરેક વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો છે.


નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!