Gujarat

અમદાવાદ : વૃધ્ધ બિઝનેસમેન ને યુવતી ના મોહજાળ મા ફસાયા કુલ પોણા ત્રણ કરોડ…

સોશિયલ મીડિયા પર યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ કરવી અને વીડિયો કોલમ અંગત પળો માણવી તમને ભારે પડી શકે છે. હાલમાં જ આવો એક કિસ્સો સામે આવ્યો છે. મોટેભાગે આવા કિસ્સામાં યુવાનો તેમજ પરણિત પુરુષ ફસાઈ જતા હોય છે. ત્યારે હાલમાં જ એક બનાવ બન્યો છે, જેમાં વૃદ્ધ બિઝનેસમેનને યુવતી સાથે વિડીયો કોલમાં અંગત પળો માણવી ભારે પડી હતી. આ ઘટના અંગે વધુ વિગતવાર માહિતી જાણીએ.

આ ઘટના અંગે જાણવા મળ્યુ હતું કે, જેમની સાથે આ બનાવ બન્યો છે, એવા 68 વર્ષના રંગીલા વૃદ્ધ ખૂબ મોટી કંપનીના માલિક છે. કરોડોનું ટર્નઓવર ધરાવતા વૃદ્ધ પોતાની પત્ની સાથે પોશ વિસ્તારમાં રહે છે. વૃદ્ધ જ્યારે પોતાના ઘરે હતા, ત્યારે રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો હતો, જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો.

આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ માટે અપીલ કરી હતી અને પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હતાં. જોકે આ બિઝનેસમેને તેને આવું કરવાની ના પાડી હતી, પરંતુ આ યુવતીએ બિઝનેસમેનને પોતાની જાળમાં ફસાવીને તેમનાં પણ કપડાં ઉતરાવ્યાં હતાં. આ વીડિયો કોલ એકાદ મિનિટ સુધી ચાલ્યો હતો અને બાદમાં યુવતીએ સામેથી કોલ કટ કરી દીધો હતો.

થોડીવાર બાદ આ વીડિયો કોલની ક્લિપ આ બિઝનેસમેનને વ્હોટ્સએપ પર મોકલી આપી હતી. યુવતીએ એને સોશિયલ મીડિયામાં વાઈરલ કરવાની ધમકી આપીને પહેલા તો 50 હજારની માગ કરી હતી. જેથી આ બિઝનેસમેને ડરના માર્યા 50 હજાર ટ્રાન્સફર કર્યા હતાં. ત્યાર બાદ યુવતીનો નંબર બ્લોક કરી દીધો હતો.

આ ઘટના બાદ દિલ્હીથી પીઆઈ ગુડ્ડુ શર્માની ઓળખ આપીને અજાણ્યા નંબરથી આ બિઝનેસમેન પર ફોન આવ્યો હતો. તેણે પણ બિઝનેસમેન પાસેથી ફરિયાદની ધમકી આપી ત્રણ લાખ રૂપિયા પડાવ્યા હતા અને ત્યારબાદ સતીષ નામની વ્યક્તિએ આ બિઝનેસમેનને ફોન કરીને એક લાખ માગ્યા. અંદાજે 2.68 કરોડ રૂપિયા તેમણે અલગ અલગ લોકોને ચૂકવી આપ્યા છે.

આ બધી વાતથી પરિવાર અજાણ હતો, પણ હવે કેટલી હદે આ રૂપિયા ચૂકવવાનું ચાલુ રહેશે તે તેમને ખબર ન હતી, કારણ કે સામેથી ફોન કરનારી વ્યક્તિ ક્યારેક પોલીસ ઇન્સ્પેક્ટરના નામે વાત કરતી, ક્યારેક CBI ઓફિસરના નામે તો ક્યારેક સાયબર ક્રાઇમના ઓફિસરના નામે વાત કરતી હતા.

આ એક વીડિયો-ક્લિપ વાઈરલ કરવા અને અલગ અલગ પોલીસ અધિકારીની ઓળખ આપીને જુદાં જુદાં બહાનાં હેઠળ ફરિયાદી બિઝનેસમેન પાસેથી રૂપિયા 2 કરોડ 69 લાખ 32 હજાર પડાવી લેવામાં આવ્યા હતા. રૂપિયા આપીને કંટાળેલા ફરિયાદીએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!