રોન્ગ સાઈડ માં ગાડી ચાલવાનું ભયંકર પરિણામ ! કાર એ ફૂટબોલ ના દડા ની જેમ ફંગોળાયું , જુવો સીસીટીવી
વાહન ચલાવતી વખતે ખૂબ જ સલામતી અને સાવચેતી રાખવી જોઈએ તેમજ ખાસ કરીને રોડ સુરક્ષા અંગેના તમામ નિયમો મુજબ જ પોતાનું વાહન ચલાવું જોઈએ કારણ કે તેમાં આપણી જ સુરક્ષા અને સલામતી રહેલ છે. હાલમાં જ રોન્ગ સાઈડ માં ગાડી ચાલવાનું ભયંકર પરિણામ ! કાર સાથે અથડાતા બાઇક ફૂટબોલ ના દડા ની જેમ ફંગોળાઇ. આ ઘટનાની સીસીટીવી ફૂટેજ જોઈને તમે પણ ચોંકી જશો. ચાલો આ ઘટના અંગે અમે આપને વધુ માહિતી આપીએ કે આખરે આ બનાવ કંઈ રીતે બન્યો
ગુજરાતમાં રોજ અનેક રોડ અકસ્માતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે હાલમાં દુનેઠા વિસ્તારમાં કાર અને બાઇક વચ્ચે થયેલ ગંભીર અકસ્માતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં બાઈક બાઈક સવાર 1 યુવક નું મોત થયું હતું જ્યારે વ્યક્તિને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત ઇસમને હોસ્પિટલ ખસેડાયો છે. જ્યારે બાઈક સવાર રોંગ સાઇડમાં બાઈક ચલાવતાં આ અકસ્માત સર્જાયો હતો.
જ્યારે તમે આ વીડિયો જોશો તો શરીરમાં ધ્રુજારી ઉઠી જશે અને આંખો પણ પહોળી થઇ જશે. આ ઘટના બનતા જ તાત્કાલિક જ 108 અને પોલીસને જાણ કરાઇ હતી. આ ઘટનામાં બાઇક પર બે યુવકો સવાર હતા જેમાં એકનું મોત થયેલ જ્યારે અકસ્માતમાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. લાઈવ દ્રશ્ય રોડની સાઈડમાં લગાવેલા એક સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયા હતા.
બનાવની વિગત મુજબ દમણના દુનેઠા વિસ્તારમાં આવેલા કોસ્ટલ હાઇવે પરથી પુર ઝડપે એક કાર પસાર થઇ રહી હતી. એ વખતે જ એક બાઈકચાલકે પૂર ઝડપે રોંગ સાઈડમાં જ બાઇક ચલાવ્યું હતું. આથી સામેથી આવી રહેલી કારે બાઈકને ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં જ બાઈક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયા હતા. અને દૂર સુધી ફંગોળાઇ ગયા હતા. જોકે ઘટનામાં બાઇક સવાર એક યુવકનું ઘટના સ્થળ પર જ કરૂણ મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય એકને ગંભીર ઈજા થઈ હતી.
દમણના દુનેઠા વિસ્તારમાં એક અકસ્માત સર્જાયો
એક કારે બાઈકને અડફેટે લેતા બાઈક સવાર એક યુવકનું ઘટનાસ્થળ પર જ કરૂણ મોત #Daman pic.twitter.com/IHaV2CzEgt
— News18Gujarati (@News18Guj) June 7, 2022
