India

કરુણ દાયક ઘટના! એકી સાથે પાંચભાઈનું રોડ અકસ્માતમાં થયું નિધન, 8 દિવસ પહેલા એક ભાઈના જ લગ્ન થયા હતાને…

વિધાતા ક્યારેક એવા લેખ લખે છે, કે માણસોનું જીવન એક જ પળમાં દુઃખદાયી બની જાય છે. હાલમાં જ એક એવી ઘટના સામે આવી છે, જેમાં એકી સાથે પાંચ ભાઈઓનું રોડ અકસ્માતમ મોત નીપજ્યું. આ ઘટના અંગે અમે આપને વધુ માહિતગાર કરીએ. હાલમાં જ સુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મોડી રાત્રે રોડ અકસ્માતમાં પાંચ ભાઈઓના કરૂણ મોત નીપજ્યા હતા.

મુત્યુ પામેલા ભાઈઓમાંથી એક ભાઈના લગ્ન થયાને હજુ આઠ દિવસ થયા હતા. પોતાનું લગ્ન જીવન માણે એજ પહેલા તેનું નિધન થઈ ગયું. આ આકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફુરચે ફુરચા ઉડી ગયા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે, તમામ ભાઈઓ લગ્ન પ્રસંગે ખરીદેલી નવી કારમાં ફરવા નીકળ્યા હતા. ઘટનાની જાણ થતાં ગામમાંમાં શોકમગ્ન વાતાવરણ છવાઈ ગયેલું.

મામલો ભરતપુરના પહાડી પોલીસ સ્ટેશન વિસ્તારનો છે. બુધવારે રાત્રે 11 વાગ્યાના સુમારે એક ઝડપી બોલેરોએ વેન્યુ કારને ટક્કર મારી દીધી હતી અને જેથી વેન્યુ કારનો બુકડો બોલી ગયો હતો. અકસ્માતની જાણ થતાં સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલોને કારમાંથી બહાર કાઢ્યા હતા. પોલીસ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને પહાડીની સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યા. અહીં સારવાર દરમિયાન બે સગીર સહિત પાંચ ભાઈઓના મોત નીપજ્યા હતા.

બરખેડા નજીક માર્ગ અકસ્માત સર્જનાર બોલેરોમાં સાત લોકો સવાર હતા. આ ઘટના અંગે જાણવા મળ્યું કે, લગભગ 7 વાગે ખાંડેવાલાથી બજાર માટે નીકળ્યા હતા. ઘરમાં 8 દિવસ પહેલા લગ્ન હતા. તેથી જ બધા ભાઈઓ આવ્યા હતા અને મોડી રાત્રે પહાડી નગરના બજારમાં ફરતા તે પોતાના ગામ ખાંડેવાલા આવી રહ્યો હતો. ત્યારે બરખેડા ગામ પાસે પાછળથી આવતી એક બોલેરોએ બાળકોની કારને ટક્કર મારી હતી.અરબાઝ, પરવેઝ, વસીમ ત્રણેય એક જ પરિવારના હતા, આ બનાવને પગલે સમગ્ર પરિવારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. જે ઘરમાં ખુશીઓનો માહોલ હતો એ ઘરમાં મોતનું માતમ છવાઈ ગયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!