ગુજરાતી સપર સ્ટાર હીતેન કુમારે કાર મા સીટ બેલ્ટ ન પહેરતા 500 રુપીઆ નુ ચલણ ફાટયું અને પછી જુઓ વિડીઓ મા પોલીસ વિશે શુ કીધુ….જુઓ વિડીઓ
આપણે સૌ કોઈ જાણીએ છે કે, વાહનચલાવતી વખતે આર.ટી. ઓના નિયમોનું પાલન આપણે કરવું જ જોઈએ અને એમાં જ આપણી સમાલતી અને સુરક્ષા રહેલ છે. ખાસ કરીને ડ્રાઇવિંગ કરતી વખતે હેલમેન્ટ અને સીટબેલ બાંધવા ખૂબ જ જરૂરી હોય છે. હાલમાં જ ગુજરાતી સુપર સ્ટાર હિતેન કુમારે કારમાં સીટ બેલ્ટ ન પહેરતા 500 રુપીઆ નુ ચલણ ફાટયું હતું. આ ઘટના બાદ પોતાના ચાહકો સમક્ષ તેમને એક વીડિયો અપલોડ કર્યો અને આ વીડિયોમાં તેમણે ગુજરાત પોલીસ વિશે જે કહ્યું એ જાણીને આશ્ચય પામી જશો.
હિતેન કુમાર સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની લાઈફની તમામ અપડેટ્સ પોતાના ચાહકો સુધી વીડિયો અને પોસ્ટનાં માધ્યમથી પહોંચાડતા હોય છે. હાલમાં જ તેમણે 3 દિવસ પહેલા એક વીડિયો અપલોડ કરેલો હતો. આ વીડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, તેમને સીટ બેલ્ટ ના બાંધવાના કારણે પોલીસે તેમને ઉભા રાખ્યા અને તેમના ફોટોગ્રાફ ક્લીક કર્યા અને તેમને સમજાવ્યું કે, આ સીટ બેલ્ટ તમારી સેફટી માટે છે.
જો આકસ્મિક રીતે કોઈ ઘટના બની તો બની શકે છે, કે તમારી એર બેગ્સ પણ ના ખુલે. હિતેન કુમારે આર.ટી. ઓ અને ગુજરાત પોલીસની કામગીરીને બિરદાવી અને તેમના સલાહ સૂચનો માટે આભાર વ્યક્ત કર્યો કારણ કે, તેમના સુચની આપણી સેફટી માટેના છે.પોતાના ચાહકોને પણ સમજાવ્યું કે, મેં તો આ 500 રૂ ની ફાઇન ભરી છે પણ તમારે ન ભરવી પડે એટલે સીટ બેલ્ટ બાંધજો અને તમામ નિયમોનું જરૂરથી પાલન કરજો પરતું જીવો તો જોશથી પણ કમ્પ્લેટ હોશથી!
હિતેન કુમારની આ વાત ખૂબ જ સરહાનીય છે કારણ કે , હાલમાં દિવસેને દિવસે રોડ અકસ્માતનાં બનાવો બની રહ્યા છે, ત્યારે આપણી સુરક્ષા માટે આપણે સાવચેતી અને સલામતી રાખવી ખૂબ જ જરૂરી છે. આપણે પણ હિતેન કુમારની આ વાતને માન્યમાં રાખીને એક સંકલ્પ આપણા પરિવાર માટે લઈએ કે, ડ્રાઈવિંગ દરમિયાન સીટ બેલ્ટ અને હેલમેન્ટનું જરૂરથી પાલન કરીશું.